For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

National Doctor's Day 2021 પર ગુજરાતના રાજ્યપાલનું વિવાદિત નિવેદન- દવા અને ઈંજેક્શન ડૉક્ટર જ ચોરે

National Doctor's Day 2021 પર ગુજરાતના રાજ્યપાલનું વિવાદિત નિવેદન- દવા અને ઈંજેક્શન ડૉક્ટર જ ચોરે

|
Google Oneindia Gujarati News

આજે રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ છે. આજે આ અવસર પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશન કેટલાય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી પણ આ ખાસ અવસર પર મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંબોધિત કરી રહ્યા છે. તો બીજી તરફ ડૉક્ટર્સ ડેના અવસર પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડૉક્ટર્સ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ડૉક્ટર્સ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે શિક્ષણ વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

આચાર્ય દેવવ્રતનું વિવાદિત નિવેદન

આચાર્ય દેવવ્રતનું વિવાદિત નિવેદન

હિન્દી અખબાર દૈનિક ભાસ્કર મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, 'કોરોનાકાળમાં નકલી ઈંજેક્શન-દવાઓ વેચવામાં આવી છે, ઓક્સીજનની ચોરી થઈ છે. આ બધું અભણ ખેડૂતો કે મજૂરોએ નહી બલકે ભણેલા-ગણેલા ડૉક્ટર-એન્જીનિયર અને ડિગ્રીધારકોએ કર્યું. પાપ, બેઈમાની, ભ્રષ્ટાચાર ભણેલા-ગણેલા લોકો દ્વારા જ આચરવામાં આવી રહ્યા છે, તો પછી આ ડિગ્રી અને ભણતરનો શું મતલબ છે.'

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા

જણાવી દઈએ કે વર્ષ 2019માં આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. જેની પહેલાં તેઓ ચાર વર્ષ સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. તેમણે હિમાચલના રાજભવનમાં બ્રિટિશ કાળથી નિભાવવામાં આવી રહેલી વિધિઓ પર રોક લગાવી અને રાજભવનમાં હવન યજ્ઞ કરાવવાની નવી પરંપરા શરૂ કરી હતી. એ દિવસોમાં તેમના આ પગલાંના ખુબ વખાણ થયાં હતાં.

વિવાદ વકરી શકે

વિવાદ વકરી શકે

કેન્દ્ર સરકારે વર્ષ 1991માં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. દેશના મહાન ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ વિધાનચંદ્ર રાયને સન્માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. તેમનો જન્મદિવસ અને પુણ્યતિથિ બંને 1 જુલાઈ જ છે. આ દિવસે ડૉક્ટર્સના મહત્વ વિશે લોકોને જાગરુત કરવામાં આવે છે. સાથે જ જીવનમાં ડૉક્ટરના યોગદાનના વખાણ કરાય છે. પરંતુ આ અવસર પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આવા નિવેદનથી વિવાદ વકરી શકે છે.

English summary
Controversial statement of Gujarat Governor on National Doctor's Day 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X