For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવાબાએ ચૂંટણી પ્રચાર માટે ક્રિકેટ ટીમની જર્સીનો ઉપયોગ કરતા વિવાદ, જાણો શું છે પુરો મામલો?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે એક પછી એક મોટા વિવાદ સામે આવી રહ્યા છે. હવે જામનગર ઉત્તર સીટથી એક મોટો વિવાદ સામે આવ્યો છે. અહીંથી બીજેપીના ઉમેદવાર રિવાબા જાડેજાએ એક ફોટો ટ્વિટ કરતા વિપક્ષો એક સુરમાં હલ્લો મચાવી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે એક પછી એક મોટા વિવાદ સામે આવી રહ્યા છે. હવે જામનગર ઉત્તર સીટથી એક મોટો વિવાદ સામે આવ્યો છે. અહીંથી બીજેપીના ઉમેદવાર રિવાબા જાડેજાએ એક ફોટો ટ્વિટ કરતા વિપક્ષો એક સુરમાં હલ્લો મચાવી રહ્યા છે.

જર્સીમાં ફોટો અપલોડ કરતા વિવાદ

જર્સીમાં ફોટો અપલોડ કરતા વિવાદ

મળતી વિગતો અનુસાર, રિવાબા જાડેજાએ ચૂંટણી પ્રચારના એક પોસ્ટરમાં ભારતીય ટીમની જર્સીમાં ક્રિકેટર અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાના ફોટોનો ઉપયોગ કર્યો હતો. હવે આ ફોટોને લઈને રિવાબા વિપક્ષના નિશાને છે. ફોટો પોસ્ટ કરતા રિવાબાએ લખ્યુ હતું કે, તમે પણ ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર @imjadejaના રોડ શોમાં સામેલ થઈ શકો છો. તેમની આ પોસ્ટને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે.

આમ આદમી પાર્ટીએ નિશાન સાધ્યુ

રિવાબાએ પોસ્ટ કરેલા ફોટોને લઈને આમ આદમી પાર્ટીએ નિશાન સાધ્યુ હતું. આમ આદી પાર્ટીના નેતા નરેશ બાલિયાને રિવાબા પર નિશાન સાધતા કહ્યું કે, પહેલા ભારતીય ખેલાડીઓ રાજકારણથી દૂર રહેતા હતા પરંતુ હવે તેઓ પણ ખુલ્લેઆમ રાજનીતિ કરી રહ્યા છે. આ ઉપરાંત ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભાજપે આ વિસ્તારને બરબાદ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી.

પ્રચાર માટે બાળકોના ઉપયોગનો આરોપ

પ્રચાર માટે બાળકોના ઉપયોગનો આરોપ

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા રિવાબા પર બાળકોને પ્રચારમાં ઉતારવાનો આરોપ પણ લાગી ચુક્યો છે. રિવાબાની નણંદ અને રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાએ આરોપ લગાવ્યો હતો કે, રિવાબા ચૂંટણી પ્રચાર માટે તે બાળકોનો ઉપયોગ કરી રહી છે. આ બાળમજૂરીનો એક પ્રકાર છે. આ માટે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી છે.

English summary
Controversy over Rivaba's use of cricket team jersey for election campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X