કોરોના: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સર ટી. હોસ્પિટલની મુલાકાત લીધી
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવિડનાં ત્રીજા વેવ સામે લડવાં હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સાંજે ભાવનગરની સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના સામેની લડાઈની તૈયારીઓનું નિરીક્ષણ- અવલો
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવિડનાં ત્રીજા વેવ સામે લડવાં હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરતાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે સાંજે ભાવનગરની સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના સામેની લડાઈની તૈયારીઓનું નિરીક્ષણ- અવલોકન કર્યું હતું.

જીતુ વાઘાણીએ કોરોનાનાં ત્રીજા વેવની ગંભીરતાને ધ્યાને લઇ સર ટી.હોસ્પિટલની સજ્જતા, ઓક્સિજનની ઉપલબ્ધતા, કોવિડ બેડની સંખ્યા, જરૂરી મેડિકલ સાધનો, દવાઓ સહિત કોવિડ સામેના જંગ માટેની તમામ તૈયારીઓ અંગે સર ટી. હોસ્પિટલ તંત્ર પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી.
મંત્રીશ્રીએ કોરોના વોરીયર્સ એવાં ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ સાથે વાર્તાલાપ કરીને કોરોનાની તૈયારીઓ વિશેની જાણકારી મેળવી હતી.
આ મુલાકાતમાં મંત્રીશ્રી સાથે સ્ટેન્ડિગ કમિટિના ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલિયા, જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, મેડિકલ કોલેજના ડીનશ્રી ડો. હેમંત મહેતા, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી રમેશ સિંહા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ.કે.તાવિયાડ,સર ટી. હોસ્પિટલનાં ડોક્ટરો જોડાયાં હતાં.












Click it and Unblock the Notifications
