For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનમાં ધાબા પર માતાપિતાની હાજરીમાં લીધા 7 ફેરા, સગાઓએ ઑનલાઈન આપી શુભેચ્છા

કોરોના લૉકડાઉન દરમિયાન ગુજરાતના સુરતમાં એક પરિવારે યુવક અને યુવતીના લગ્ન એ રીતે કરાવ્યા કે તમે પણ તેમને શુભેચ્છા આપવા ઈચ્છશો.

|
Google Oneindia Gujarati News

કોરોના લૉકડાઉન દરમિયાન ગુજરાતના સુરતમાં એક પરિવારે યુવક અને યુવતીના લગ્ન એ રીતે કરાવ્યા કે તમે પણ તેમને શુભેચ્છા આપવા ઈચ્છશો. વર અને વધુ બનેલા આ યુવક અને યુવતીના સાત ફેરા ઘરના ધાબા પર જ 2-4 લોકોની હાજરીમાં કરાવવામાં આવ્યા. તેમના લગ્ન એ બંનેના માતાપિતા અને પંડિતની હાજરીમાં થયા. ત્યારબાદ તેમના સગા-સંબંધીઓએ તેમને ઑનલાઈન શુભેચ્છી પાઠવી.

marriage

આ લગ્ન દરમિયાન ખાસ વાત એ પણ રહી કે આ બધાએ માસ્ક પહેર્યુ, સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખ્યુ. આ લગ્ન ટેક્સટાઈલ વેપારી દીશાંક પુનામિયાના થયા. દુલ્હન બની સુરતની પૂજા ગૌતમ જૈન. પરિવારજનોએ કહ્યુ કે આ લગ્ન ગઈ 16 એપ્રિલે થયા. આ લગ્નમાં બંને પક્ષોના માત્ર માતાપિતા શામેલ થયા. તેમણે જણાવ્યુ કે આ લગ્ન 5 મહિના પહેલા નક્કી થયા હતા. ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ હતો અને લગ્ન ધામધૂમથી રાજસ્થાનમાં થવાના હતા પરંતુ આખી દુનિયામાં કોરોનાથી કોહરામ મચી ગયો તો આ રીત અપનાવવામાં આવી.

બિહારના હિસુઆમાં પણ આ રીતના જ લગ્ન કરવામાં આવ્યા. શહેરના દરબાર ચોક મહોલ્લામાં કંઈક આ જ રીતના લગ્ન થયા જેમાં બે જણ જાનૈયા બન્યા. જ્યારે સંબંધીઓએ વીડિયો કૉલ કરીને લગ્નનો કાર્યક્રમ જોયો. વર અને વધુ બનેલા યુવક અને યુવતીએ દરેક વિધાન પહેલા સેનિટાઈઝરથી હાથ ધોયા અને પરિવારવાળાએ તેમને વીડિયો કૉલિંગથી જ આશીર્વાદ આપીદીધા. જ્યારે લગ્નમાં કન્યા પક્ષે પણ એક ડઝનથી ઓછા લોકો લગ્નમાં શામેલ થયા.

આ પણ વાંચોઃ Good News: સપ્ટેમ્બરમાં આવી જશે જાનલેવા કોરોના વાયરસથી બચાવતી વેક્સીનઆ પણ વાંચોઃ Good News: સપ્ટેમ્બરમાં આવી જશે જાનલેવા કોરોના વાયરસથી બચાવતી વેક્સીન

English summary
corona lockdown : surat couple wedding on the house Top, relatives given wishes through video call
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X