રાજ્યમાં કોરોનાને બ્રેક લાગી, 3 મહાનગરો અને 25 જિલ્લામાં એક પણ કેસ નહીં

કોરોનાએ ત્રીજી લહેરમાં રાજ્યની વ્યવસ્થા અને નાગરીકોને હંફાવ્યા બાદ હવે પરિસ્થિતી સુધરી ગઈ છે. સારા સમાચાર એ છે કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવે કોરોનાના કોઈ કેસ નથી નોંધાઈ રહ્યા.

કોરોનાએ ત્રીજી લહેરમાં રાજ્યની વ્યવસ્થા અને નાગરીકોને હંફાવ્યા બાદ હવે પરિસ્થિતી સુધરી ગઈ છે. સારા સમાચાર એ છે કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવે કોરોનાના કોઈ કેસ નથી નોંધાઈ રહ્યા. બીજી લહેરમાં અનેક લોકોએ કોરોનાએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે હવે કોરોનાના આંકડા શુન્યમાં આવતા રાહત થઈ છે.

24 જિલ્લા અને 3 મહાનગરોમાં એક પણ કેસ નહીં

24 જિલ્લા અને 3 મહાનગરોમાં એક પણ કેસ નહીં

આંકડાઓની વાત કરવામાં આવે તો, રાજ્યમાં મંગળવારે જાહેર કરવામાં આવેલા 24 કલાકના આંકડાઓ મુજબ 25 જિલ્લાઓ અને 3 મહાનગરોમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં આ સમયગાળા દરમિયાના માત્ર 30 નવા કેસ નોંધાયા છે અને કોઈ પણ વ્યક્તિનું મોત થયુ નથી. એક તરફ બીજી લહેરનો અંત અને બીજી તરફ સતત રસીકરણ વચ્ચે કોરોનાના કેસ ઓછા થયા છે ત્યારે હવે રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો છે. ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે હાલ તો રાજ્ય માટે આ સારા સમાચાર છે પરંતુ તે કેટલા સમય રહે છે તે પણ જોવાનું રહેશે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો

એક્ટિવ કેસમાં સતત ઘટાડો

કોરોનાના નવા કેસ સાથે સાથે એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં માત્ર 285 એક્ટિવ કેસ છે, તેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટની વાત કરીએ તો રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચ્યો છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 10,0076 લોકોના કોરોનાથી મોત થયા છે.

71 લાખ લોકોને રસીના બન્ને ડોઝ અપાયા

71 લાખ લોકોને રસીના બન્ને ડોઝ અપાયા

રસીકરણ પર નજર કરીએ તો અત્યારસુધીમાં 3,21,75,416 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. મંગળવારના આંકડા મુજબ, 3,59,164 નવા વ્યક્તિઓને રસી અપાઈ છે, તેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 44484 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. હાલ રાજ્યમાં રસીના બંને ડોઝ અપાયા હોય તેવા લોકોની સંખ્યા 71 લાખ પર પહોંચી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X