Corona Virus : હવે RT-PCR રિપોર્ટ CoWIN પર ઓનલાઈન જોઈ શકાશે!
દેશમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે પરંતુ લોકોને હજુ પણ કોરોનાનું જોખમ છે. જેના કારણે સરકાર હવે પરીક્ષણ સાથે મુસાફરીના નિયમોને વધુ સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
દેશમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે પરંતુ લોકોને હજુ પણ કોરોનાનું જોખમ છે. જેના કારણે સરકાર હવે પરીક્ષણ સાથે મુસાફરીના નિયમોને વધુ સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રવિવારે નેશનલ હેલ્થ ઓથોરિટીના વડા આર એસ શર્માએ કહ્યું કે ઘણા રાજ્યો અને દેશોએ મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ સ્થિતિમાં સરકાર ટૂંક સમયમાં તેના રિપોર્ટને CoWIN સાથે જોડી દેશે.

હાલમાં નાગરિકોનું રસીકરણ પ્રમાણપત્ર પોર્ટલ સાથે જોડાયેલું છે, જેના કારણે લોકોને એક રાજ્યથી બીજા રાજ્યમાં અને વિદેશમાં મુસાફરી કરવાનું સરળ બની રહ્યું છે. શર્માના જણાવ્યા અનુસાર, હવે તેમનો ઉદ્દેશ જલ્દી જ તેની સાથે સાથે ટેસ્ટ રિપોર્ટ પણ ઉમેરવાનો છે, જેથી મુસાફરોને વધુ સુવિધા મળી શકે. આ માટે, ભારતીય તબીબી સંશોધન પરિષદ સાથે કામ ચાલી રહ્યું છે. જેમ હવે મોબાઈલ નંબર દાખલ કરીને રસીનું પ્રમાણપત્ર સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે તેવી જ રીતે RT-PCR રિપોર્ટ પણ મળી જશે.
તમને જણાવી દઈએ કે મોટાભાગના દેશોમાં મુસાફરી માટે પ્રસ્થાનથી 48 કલાકની અંદર આરટી-પીસીઆર રિપોર્ટ ફરજીયાત છે. જો કે ઘણા દેશોએ હજી સુધી CoWIN ને વેક્સિન પાસપોર્ટ તરીકે મંજૂરી આપી નથી. શર્માએ કહ્યું કે બહુપક્ષીય સમજૂતીના પ્રારંભિક પ્રયાસો હતા કે દરેક દેશના ડિજિટલ રસીકરણ પ્રમાણપત્રોને ડિજિટલ પાસપોર્ટ તરીકે સ્વીકારવામાં આવશે, પરંતુ તે કામ થયુ નથી. હવે તે દ્વિપક્ષીય ધોરણે કરવામાં આવે છે. જેમાં તમારા દેશનો પાસપોર્ટ બીજા દેશ દ્વારા સ્વીકારવામાં આવે છે, બદલામાં તમે તેને સ્વીકારો છો. ભારતે રસીકરણ અભિયાનની શરૂઆતથી જ તેના રસીકરણ પ્રમાણપત્રોને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે જોડ્યા હતા.
શર્માએ કહ્યું કે સર્ટિફિકેટ ક્યૂઆર કોડ એન્ક્રિપ્ટેડ છે, તેથી પાસપોર્ટ પર જરૂરી માહિતી છે તે ડિજિટલ રસી પ્રમાણપત્ર પર છે. હવે તમામ માહિતીનું પેકેટ તૈયાર કરવામાં આવ્યું છે, આ પેકેટ વિદેશ મંત્રાલયને આપવામાં આવ્યું છે. જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ સહકાર આપી રહ્યું છે. હાલમાં કેટલાક યુરોપિયન રાજ્યો જુલાઈમાં ભારતમાં ઉત્પાદિત રસી સ્વીકારવા સંમત થયા હતા. જેમાં ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઇસલેન્ડ, આયર્લેન્ડ, એસ્ટોનિયા અને સ્પેનનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
