ગુજરાતમાં કોરોનાના કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 441 નવા દર્દી, એક દિવસમાં 49 મોત

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 6 હજારને પાર થઈ ગયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 6 હજારને પાર થઈ ગયો છે. અહીંના કુલ 33 જિલ્લામાંથી 30 જિલ્લા કોવિડ-19ની ચપેટમાં આવી ચૂક્યા છે. રાજ્યભરમાં કાલે 441 નવા દર્દી સામે આવ્યા. કુલ કેસ વધીને 6245 થઈ ગયા. કુલ દર્દીઓમાંથી 1381 રિકવર થઈ ચૂક્યા છે. મોતનો આંકડો પણ 300ની સંખ્યા પાર કરી ચૂક્યા છે. આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યુ છે કે સંક્રમણથી અહીં અત્યાર સુધી 368 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધુ 49 દર્દીઓએ દમ તોડ્યો. જેમાંથી 39 મોત અમદાવાદમાં થયા.

coronavirus

જયંતિ રવિએ જણાવ્યુ કે મંગળવાર સુધી રાજ્યમાં કુલ 89632 લોકોની તપાસ કરવામાં આવી ચૂકી છે. હાલમાં ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 4496 છે. જેમાંથી 29 દર્દી વેંટીલેટર પર છે. ગઈ કાલે રાજ્યમાં કુલ 4984 લોકોનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. રાજ્યના પાંચ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગરને રેડ ઝોનમાં શામેલ કરીને તેને અટકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યુ કે ગુજરાતના કુલ દર્દીઓના અડધાથી વધુ લોકો એકલા અમદાવાદમાં છે. અહીં કોરોનાના વધુ કેસ અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લાથી છે. રાજ્યના કુલ કેસોમાંથી લગભગ 90 ટકા કેસ આ ત્રણ જિલ્લાઓાંથી સામે આવ્યા છે. કોરોના મુક્ત થયેલા લોકોની વાત કરીએ તો રાજ્યમાં 13સોથી વધુ લોકો રિકવર પણ થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 1381 દર્દી અત્યાર સુધી કોરોનાને હરાવી ચૂક્યા છે. મંગળવારે 186 લોકો રિકવર થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X