ગુજરાત આવતા લોકો માટે જરૂરી સમાચાર, હવે નેગેટીવ RT-PCR રિપોર્ટ વિના 'નો એન્ટ્રી'

જો તમે આગામી દિવસોમાં ગુજરાતમાં આવવાના હોય તો આ સમાચાર તમારા માટે બહુ જરૂરી છે.

અમદાવાદઃ જો તમે આગામી દિવસોમાં ગુજરાતમાં આવવાના હોય તો આ સમાચાર તમારા માટે બહુ જરૂરી છે કારણકે કોરોનાના વધતા કેસોને જોતા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ હવે ગુજરાત આવતા લોકો પાસે કોરોનાનો નેગેટીવ રિપોર્ટ હોવો જરૂરી છે. આ રિપોર્ટ RT-PCR જ હોવો જોઈએ. આમ તો આ આદેશ સરકારે રવિવારે જાહેર કર્યો જે આજે એટલે કે ગુરુવારથી લાગુ થઈ ગયો છે.

covid

ગુજરાત આરોગ્ય વિભાગે 28 માર્ચથી જાહેર અધિસૂચનામાં કહ્યુ કે દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. એ પણ જોવામાં આવ્યુ છે કે મુસાફરી કરતા લોકો વધુ કોરોનાનો શિકાર બની રહ્યા છે. જેના કારણે ગુજરાત આવતા લોકો માટે કોવિડ-19નો નેગેટીવ રિપોર્ટ સાથે લાવવો અનિવાર્ય છે. આ રિપોર્ટ 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. સાથે જ RT-PCR સિવાય કોઈ બીજો રિપોર્ટ માન્ય નહિ હોય.

તમને જણાવી દઈએ કે ગુજરાત કોવિડ-19 મહામારીથી સૌથી વધુ પ્રભાવિત છ રાજ્યોમાંનુ એક છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમાં કોરોનાના 85 ટકાથી વધુ કેસો માટે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ જવાબદાર છે. વર્તમાન સમયમાં ગુજરાતની અંદર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સ્થિતિ સૌથી ખરાબ છે. જેના કારણે રાજ્ય સરકારે આ ચાર શહેરોમાં 15 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ લગાવી દીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X