For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલે વેક્સીનેશન શરૂ કરાવ્યું

ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલે વેક્સીનેશન શરૂ કરાવ્યું

|
Google Oneindia Gujarati News

Covid 19 Vaccination in Gujarat: ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરી દેવામા આવ્યું છે. આજે અહીં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ પહેલ શરૂ કરવમાં આવી. ન્યૂઝ એજન્સીએ તેની તસવીર જાહેર કરી. જ્યારે બીજી તરફ રાજ્યના વધુ એક પ્રમુખ શહેર સુરતમાં પણ વેક્સીન લગાવવામાં આવી રહી છે.

vijay rupani

સુરત મહાનગર પાલિકા તરફથી જણાવવામાં આવ્યું કે શનિવારે પહેલા દિવસે શહેરના 14 સેન્ટર પર 1400 હેલ્થ વર્કર્સને કોરોના વેક્સીન લગાવવામાં આવશે. જ્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં રીજનલ વેક્સીન સેન્ટરેથી બુધવારે સાંજે 6 વાગ્યેથી જ વેક્સીનના 42640 ડોઝ મહાનગરપાલિકાને ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. આજે દિવસભર તેની પ્રક્રિયા ચાલશે.

નોંધનીય છે કે આજથી કોરોના મહામારીને કાબુમાં કરવા માટે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થયું છે. ભારત રસીકરણ શરૂ કરનાર 31મો દેશ બની ગયો છે. એવામાં ગુજરાત સહિત કેટલાય રાજ્યોમાં રસીકરણ અભિયાન માટે પ્રથમ તબક્કામાં મોટી સંખ્યામાં હેલ્થવર્કર્સને રસી આપવામાં આવી રહી છે.

આજે 11 વાગ્યેથી દેશભરમાં વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. જો કે રવિવારેથી વેક્સીનેશન નહિ થાય, અને એક દિવસની રજા બાદ સોમવારેથી ફરીથી વેક્સીનેશન કેમ્પેન ચલાવવામાં આવશે. જણાવવામાં આવ્યું કે, હેલ્થ વર્કરોને તેમના ઘર પાસેની સાઈટ પરથી વેક્સીન મળશે.

રસીકરણ મહાઅભિયાન: ગુજરાતના પંચમહાલ જિલ્લામાં રસીકરણનો પ્રારંભરસીકરણ મહાઅભિયાન: ગુજરાતના પંચમહાલ જિલ્લામાં રસીકરણનો પ્રારંભ

English summary
Covid 19 vaccination started at ahmedabad civil hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X