Covid Update : ભારતમાં નોંધાયા 16 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16,464 નવા કેસ નોંધાયા છે. હવે કુલ કેસ વધીને 4,40,36,275 થઇ ગયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો, કોરોનાના 1,43,989 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,33,65,890 દર્દીઓ સાજા થયા છે.
Covid Update, 01 August : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16,464 નવા કેસ નોંધાયા છે. હવે કુલ કેસ વધીને 4,40,36,275 થઇ ગયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો, કોરોનાના 1,43,989 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,33,65,890 દર્દીઓ સાજા થયા છે. આવા સમયે, ભારતમાં કોરોનાને કારણે 5,26,396 લોકોએ જીવ ગુમાવ્યો છે. કુલ રસીકરણ 2,04,34,03,676 થયું છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 942 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 679 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન કોઇ કોવિડ સંબંધિત મુત્યુનોંધાયું નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6537 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,970 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,37,664 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા6537 થઇ છે. જેમાંથી 14 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,65,72,256 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.61 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 3,63,900 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,65,72,256 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
