ગુજરાતમાં ભાવ વધારા અંગે મોદીના મૌન સામે CPMએ પ્રશ્ન ઉઠાવ્યા

બ્રિન્દા કરાતે રેલીમાં જણાવ્યું કે "ભાવ વધારા મુદ્દે નરેન્દ્ર મોદી હંમેશા વડાપ્રધાન મનમોહન સિંહને મૌન કેમ રહો છો તેમ પૂછે છે, પણ ગુજરાતમાં જુવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારાના પ્રશ્નો અંગે ખુદ મોદી કેમ મૌન સેવી રહ્યા છે?"
તેમણે જણાવ્યું કે "વર્ષ 2006 બાદ દૂધના ભાવમાં 16 વાર વધારો થયો છે. એવી જ રીતે ખાદ્ય તેલના ભાવમાં 300 ગણો વધારો થયો છે. વીજ દરોમાં પણ અનિયંત્રિત રીતે ભાવ વધારો થયો છે. વાયબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ માત્ર પૈસાદારો અને ઉદ્યોગપતિઓ માટે છે. ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા લોકોને ક્યાંય પાછળ છોડી દેવામાં આવ્યા છે."
કરાતે મોદી સામે પ્રશ્ન ઉઠાવ્યો કે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે જ્યારે એમ કહ્યું છે કે મોદી સરકારે એસ્સાર કંપનીને રૂપિયા 8000 કરોડ ગેરકાયદેસર રીતે ભેટમાં આપી દીધા છે તે મુદ્દે તેઓ કેમ મૌન છે? તેમણે મોદીએ 3D ટેલિકાસ્ટ ટેક્નોલોજી પાછળ ખર્ચેલા કરોડો રૂપિયાની પણ ટીકા કરી હતી.
તેમણે જણાવ્યું કે સરકાર જ્યારે કશું કરતી હોતી નથી ત્યારે જેટલું કર્યું હોય તેને વધારીને દર્શાવવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રચાર માટે સરકાર 3D ટેલિકાસ્ટ ટેક્નોલોજી પાછળ ખર્ચ કરી રહી છે. પણ સામાજિક માપદંડો જેવા કે ભૂખમરો, કુપોષણ, દૈનિક ભથ્થું, અન્ન સુરક્ષા વગેરે મુદ્દે પાછળ છે, તેના માટે કશું કરી રહી નથી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
