For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીજ્ઞેશ મેવાણીના નિવેદન મામલે પાટીલે સણસણતો જવાબ આપ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાય તેવી પૂરી શક્યાતા છે. આવા સમયે રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચારમાં જોતરાઇ ગઇ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાય તેવી પૂરી શક્યાતા છે. આવા સમયે રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચારમાં જોતરાઇ ગઇ છે. જેમાં વર્તમાન શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. સોમવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નવનિર્મિત ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગ પર રાજ્યના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે હાજરી આપી હતી.

પાટીલે પાણી મુદ્દે જીજ્ઞેશ મેવાણીને આપ્યો પાણીદાર જવાબ

પાટીલે પાણી મુદ્દે જીજ્ઞેશ મેવાણીને આપ્યો પાણીદાર જવાબ

આ હોસ્પિટલનો શુભારંભ કરાવ્યા બાદ સી. આર. પાટીલે મીડિયાકર્મીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના પાણી વાળા નિવેદન પર નિશાન સાધ્યું હતું. સી આર પાટીલે પાણી મુદ્દે જીજ્ઞેશ મેવાણીનેસણસણતો જવાબ આપતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા એક વીડિયો ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 30 વર્ષથી મારામતવિસ્તાર વડગામના લોકો પાણીની માગ કરતા આવ્યા છે, પરંતુ આજદિન સુધી આ ભાજપ સરકારે આ માંગણી પૂરી કરી નથી. હું 21જૂનના રોજ ફરી એક વખત મુખ્યમંત્રીને મળી આ માંગણીને વધુ વાચા આપવાનું કામ કરીશ.

પાટીલે હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે જનતાને સંબોધન કર્યું

પાટીલે હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે જનતાને સંબોધન કર્યું

નોંધનીય બાબત છે કે, બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક એવા ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા મહામંત્રીએ તૈયાર કરેલી NIIMSહોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ હાજરી આપી હતી.

જોકે, સી. આર. પાટીલની સાથે બનાસકાંઠાજિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ સહિત ગુજરાત અને રાજસ્થાનના ઘણા ધારાસભ્યો સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના પદાધિકારીઓપણ હાજરી આપી હતી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે જનતાને સંબોધન કર્યું હતું. પાટીલે તેમનાસંબોધનમાં હોસ્પિટલની અનેક સેવાકીય યોજનાઓથી લોકોને વાકેફ કર્યા હતા.

CR પાટીલનું નિવેદન બન્યું ટોક ઓફ ધ ટાઉન

CR પાટીલનું નિવેદન બન્યું ટોક ઓફ ધ ટાઉન

જોકે કાર્યક્રમ બાદ મીડિયાને સંબોધતા સમયે સી. આર. પાટીલે વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પર નિશાન સાધ્યું અને વડગામમાંપાણીના પ્રશ્ન મુદ્દે મુખ્યમંત્રીને અલ્ટિમેટમ આપવા અંગે જિજ્ઞેશ મેવાણીએ આપેલા નિવેદનનો સણસણતો જવાબ આપ્યો હતો. જેમાં પાટીલેજણાવ્યું હતું કે, જિજ્ઞેશ મેવાણીને પાણીના પ્રશ્ન મુદ્દે બોલવાનો કોઈ હક નથી.

આ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે દાવો કર્યો છેકે, જીજ્ઞેશ મેવાણી વડગામ સીટ પર હારી રહ્યા છે. આવા સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નિવેદને કારણે સમગ્રબનાસકાંઠા જિલ્લામાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

English summary
CR Patil gave a scathing reply In the case of jignesh Mewani's statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X