For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવલ્લીમાં સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો, 25000 લોકો જોડાયા

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે 'વન ડે વન ડિસ્ટ્રીક્ટ' કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે 15-16 જૂનના રોજ રેલી, સભાઓ, પ્રેસ કોન્ફ્રેન્સ અને વિવિધ બેઠકોમાં ભાગ લીધો હતો.

|
Google Oneindia Gujarati News

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે 'વન ડે વન ડિસ્ટ્રીક્ટ' કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે 15-16 જૂનના રોજ રેલી, સભાઓ, પ્રેસ કોન્ફ્રેન્સ અને વિવિધ બેઠકોમાં ભાગ લીધો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે 15 જૂનના રોજ મોડાસા ખાતે ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં કાર્યકર્તાઓની સાથોસાથ હજારોની સંખ્યામાં નાગરિકોએ પણ હર્સોલ્લાસ સાથે ભાગ લીધો હતો.

આ પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

આ પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીઓ રજનીભાઈ પટેલ, વિનોદભાઈ ચાવડા, રાજ્યના મંત્રી કુબેરભાઈ ડિંડોર, સાંસદશ દીપસિંહ રાઠોડ, પ્રદેશઉપપ્રમુખ ડો. મહેન્દ્રભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ,જિલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઈ, ગીરીશભાઈ જગાણીયા,પૂર્વધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સીઆર પાટીલે BJP પર ભરોસો કરવા બદલ સૌનો આભાર માન્યો

સીઆર પાટીલે BJP પર ભરોસો કરવા બદલ સૌનો આભાર માન્યો

વનડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલા પેજ સમિતી સંમેલનમાં સીઆર પાટીલે પેજ સમિતી સંમેલનમાંસૌ કાર્યકર્તાઓ અને નગરજનો સાથે સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન સીઆર પાટીલે ભારતીય જનતા પાર્ટી પર ભરોસો જતાવવા બદલસૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિપક્ષના દાવાઓને સીઆર પાટીલે પોકળ સાબિત કર્યા

વિપક્ષના દાવાઓને સીઆર પાટીલે પોકળ સાબિત કર્યા

નોંધનીય છે કે, અરવલ્લી જિલ્લામાં જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સભા યોજી રહ્યા હોય અને હજારોની સંખ્યામાં માનવમહેરામણ એકઠું થતુંહોય ત્યારે હવા કઈ દિશા તરફ ફૂંકાઈ રહી છે તેનો અંદાજો લગાવી શકાય છે. સીઆર પાટીલની આ ભવ્ય સભાએ વિપક્ષના દાવાઓનેપોકળ સાબિત કરી બતાવ્યા છે.

English summary
CR Patil's grand road show in Aravalli under One Day One District program, 25000 people took part
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X