ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વડોદરા તાલુકા પચાયત ભવનનું કર્યુ લોકાર્પણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્ય છે ત્યારે ભાજપ અધ્યક્ષ દ્વારા દરેક જિલ્લામાં જઇને પક્ષને મજબૂત કરીને વધુમાં વધુ સીટ કેમ જીતાડી શકાય તેના પર મંથન કરવામાં આવી રહ્ય છે. આજે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ વ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્ય છે ત્યારે ભાજપ અધ્યક્ષ દ્વારા દરેક જિલ્લામાં જઇને પક્ષને મજબૂત કરીને વધુમાં વધુ સીટ કેમ જીતાડી શકાય તેના પર મંથન કરવામાં આવી રહ્ય છે. આજે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ વડોદરાી મુલકાતે હતા જ્યા તેમના દ્વારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને કાર્યકર્તાઓને ચૂંટણી લક્ષી તૈયારીમાં લાગી જવા આહવાન કર્યું હતુ.

વડોદરા જીલ્લાના સાવલી તાલુકા ખાતે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા જીલ્લા ના આજવા ખાતે ૧૦૦ ફૂટ લાંબા ધ્વજ માટે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર ના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેતનભાઈ ઈનામદાર, વડોદરા જીલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ , જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, પ્રભારી શ્રી ઓ શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રીમતી જાનવીબેન વ્યાસ તેમજ જિલ્લા મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા












Click it and Unblock the Notifications
