Cyclone Asna : ગુજરાતને માથે મંડરાઈ રહેલુ વાવાઝોડુ અસના કેટલુ ખરતનાક?
Cyclone Asna : ભારે વરસાદ અને પૂરગ્રસ્ત ગુજરાતીઓ માટે પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. વરસાદથી રાહત મળી છે પરંતુ હવે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.
ગુજરાતમાં ભારે તબાહી મચાવનારુ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહ્યું છે. આ જ કારણ છે કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.

આ વાવાઝોડુ સર્જાયા બાદ સૌરાષ્ટ્ર-કચ્છથી ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધશે. આનાથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. અહીં માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડાને કારણે આગામી બે દિવસ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં 60થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર, ડીપ ડિપ્રેશન પશ્ચિમ-દક્ષિણ તરફ આગળ વધીને કચ્છ અને તેની નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ ચક્રવાતી તોફાનનું નામ અસના રાખવામાં આવ્યુ છે. આ નામ પાકિસ્તાને આપ્યું છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં 24 ઓગસ્ટથી શરૂ થયેલી વરસાદી તબાહીથી ઘણે અંશે રાહત મળી છે. આજે ગુજરાતમાં ક્યાય ભારે વરસાદ જોવા મળ્યો નથી.












Click it and Unblock the Notifications
