Cyclone Biparjoy: વાવાઝોડા પહેલા અને પછી શું કરવુ અને શું ન કરવુ? ઈમરજન્સી કીટમાં શું રાખવુ?
Cyclone Biparjoy: વાવાઝોડુ બિપરજોય ગુરુવારે એટલે કે આજે સાંજે જખૌ બંદરે ત્રાટકે તેવી સંભાવના છે. નોંધનીય છે કે 6 જૂનના રોજ અરબ સાગરમાં સર્જાયેલુ બિપરજોય સૌથી લાંબા સમય સુધી ચાલનારુ વાવાઝોડુ બનવાની તૈયારીમાં છે. લેન્ડફૉલ પછી પણ તે અમુક સમય સુધી પ્રભાવી રહેશે.
ભારતીય હવામાન વિભાગના આંકડાઓ મુજબ 1965 પછી જૂનમાં પશ્ચિમી રાજ્ય પર ત્રાટકનાર આ ત્રીજુ વાવાઝોડુ છે. આ પહેલા માત્ર બે ભીષણ વાવાઝોડા આવ્યા હતા. જેમાં એક 1996માં અને બીજુ 1998માં ગુજરાત ઉપરથી પસાર થયુ હતુ.

1998માં આવેલ વાવાઝોડુ ખૂબ જ ગંભીર હતુ, જે 160 કિમીની ઝડપે પોરબંદર પરથી પસાર થયુ હતુ. તેમાં 1176 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. વાવાઝોડુ બિપરજોય 25 વર્ષ બાદ જૂનમાં ગુજરાતના તટે ટકરાનાર પહેલુ વાવાઝોડુ છે.
વાવાઝોડા પહેલા શું કરવુ
- ઘરને ચેક કરો, જ્યાં પણ જરુરી હોય ત્યાં સમારકામ કરાવી લો. દરવાજા અને બારીઓનુ સમારકામ કરાવો.
- ઘરની પાસે લાગેલા વૃક્ષોની સૂકાયેલી ડાળીઓ હટાવી દો. ઘરની પાસે રહેલી એવી બધી વસ્તુઓ હટાવી દો, જે ઉખડવાનુ જોખમ હોય.
- ટૉર્ચ, ઈમરજન્સી લાઈટ વગેરેને ઘરમાં રાખો, જેથી લાઈટ જવાની સ્થિતિમાં ઉપયોગ થઈ શકે.
- ઈમરજન્સીમાં ઉપયોગ માટે ખરાબ ના થાય તેવુ ભોજન હંમેશા પોતાના ઘરમાં રાખો.
- ઈલેક્ટ્રીકલ મેઈન્સ અને ગેસ સપ્લાય બંધ કરો.
- દરવાજા અને બારીઓ બંધ રાખો.
- કિંમતી વસ્તુઓને ઉપરના માળે ખસેડો.
- ઈમરજન્સી કીટ અને ફર્સ્ટ એઈડ બૉક્સ તૈયાર રાખો.
- નાની અને ઢીલી વસ્તુઓ કે જે સરળતાથી ઉડી જઈ શકે તેને સુરક્ષિત જગ્યાએ મૂકો.
વાવાઝોડા બાદ શું કરશો?
- ઢીલા અને લટકતા વીજ વાયરને અડવાનુ ટાળો.
- નજીકના આશ્રય સ્થાનોમાં જતા રહો.
- આશ્રય સ્થાનોમાં ત્યાં સુધી રહો, જ્યાં સુધી તેને છોડવા માટે કહેવામાં ન આવે.
- આશ્રય સ્થાનના ઈન્ચાર્જ વ્યક્તિની સૂચનાઓનુ પાલન કરો.
- બિમારીઓ સામે વેક્સીન લગાવો.
- ક્ષતિગ્રસ્ત ઈમારતો પાસે ન જાવ.
- પોતાના ઘરની આસપાસ સફાઈ રાખો.
- જો તમારા ઘરમાં નુકશાન થયુ હોય તો તેની માહિતી સંબંધિત અધિકારીઓને આપો.
- જો વાહન ચલાવવુ હોય તો સાવધાનીથી ચલાવો.
ઈમરજન્સી કીટમાં શું રાખશો?
- કેરોસીનથી ભરેલુ ફાનસ
- બેટરી સંચાલિત ટૉર્ચ
- ઈમરજન્સી લાઈટ-પૂરતા સેલ
- બગડી ના જાય તેવો કોરો નાસ્તો
- ઢાંકેલા વાસણોમાં પાણી સાચવી રાખો.
- દવાઓ
- ટ્રાન્ઝિસ્ટર રેડિયો
- ટ્રાન્ઝિસ્ટર માટે વધારાની બેટરી
- તમામ પરિસ્થિતિમાં સત્તાવાર સૂચનાઓ અને માહિતી પર આધાર રાખવો. અફવાઓ પર ધ્યાન ન આપવુ.












Click it and Unblock the Notifications
