Cyclone Biparjoy: વાવાઝોડુ બિપરજોય જખૌથી માત્ર 180 કિમી દૂર, દરિયામાં ઘુઘવાટા સાથે તોફાન શરુ

Cyclone Biparjoy: હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં સર્જાયેલ શક્તિશાળી વાવાઝોડુ બિપરજોય ગુજરાતની નજીક પહોંચી ગયુ છે. તે જખૌથી માત્ર 180 કિમી દૂર છે.

વાવાઝોડુ બિપરજોય હાલમાં દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે. હાલમાં તે 6 કલાક પ્રતિ કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડુ માંડવી અને કરાંચીની વચ્ચે 140 કિમીની ઝડપે પવન સાથે ટકરાશે.

cyclone

વાવાઝોડુ બિપરજોય કચ્છ તરફ આગળ વધી રહ્યુ છે અને જખૌથી 180 કિમી દૂર છે. માંડવીમાં વરસાદ ચાલુ છે અને માંડવીના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. વળી, માંડવીના દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરના પગલે ભારે પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે. અમદાવાદમાં પણ વરસાદ શરુ છે. હવામાન વિભાગે 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આજે દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યુ છે. પાવાગઢ મંદિર 15 તારીખથી 16 તારીખે બપોર સુધી અને સોમનાથ અને દ્વારકાધીશ મંદિર આજે બંધ રહેશે. કચ્છમાં 17 જૂન સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને મુખ્ય સચિવ અને અધિકારીઓ સાથે વાવાઝોડાની હાલની સ્થિતિ અને તૈયારીઓ અંગે બેઠકમાં ચર્ચા કરશે. અમદાવાદમાં પણ વાવાઝોડા બિપરજોયની આગાહીને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ એક કંટ્રોલ રુમ બનાવ્યો છે. જેમાં 24 કલાક મોનિટરિંગ કરાઈ રહ્યુ છે.

વાવાઝોડા અંગેની કોઈ પણ ફરિયાદ 1055/303 પર કરી શકાશે. વળી, નાગરિકો 9978355303 નંબર પર વૉટ્સએપ મારફતે ફરિયાદ કરી શકશે. કંટ્રોલ રુમમાં 24 કલાક કર્મચારીઓ કાર્યરત રહેશે. અમદાવાદામાં 35થી 45 કિમીની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X