Cyclone Biporjoy update : ચક્રવાત બિપોરજોય મચાવશે તબાહી, પૂરની આશંકા, જાણો લેટેસ્ટ અપડેટ
Cyclone Biporjoy update : અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપોરજોય 15 જૂનના રોજ જખૌમાં લેન્ડફોલ કરશે. ગુરુવારના રોજ જ્યારે કચ્છના જખૌ બંદર પાસે પસાર થશે. આ સમયે પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી શક્યતા છે.
હાલ આ ચક્રવાતની ઝડપ 166 પ્રતિ કલાક છે. આ વાવાઝોડુ જ્યારે જમીન સાથે ટકરાશે, ત્યારે તેની ઝડપ ધીમી થઇ જશે.

બિપોરજોય ચક્રવાતને કારણે ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 37,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેના કારણે રાજ્યમાં પૂરની પણ સંભાવના છે.
જાણો હવામાન વિભાગના અત્યાર સુધીના તમામ મોટા અપડેટ્સ...
બિપોરજોય ચક્રવાતી તોફાન ખૂબ જ મજબૂત છે, જેના કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે અને આ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, દરિયાકાંઠે અથડાયા બાદ બિપોરજોય નબળું પડી જશે, પરંતુ તેમ છતાં તે વિનાશનું કારણ બની શકે છે, તેથી બંદરો પર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટમાં ભારે નુકસાન થવાની સંભાવના છે, જોકે વહીવટીતંત્ર દ્વારા આ નુકસાનને ટાળવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડાને કારણે વીજ પુરવઠો પ્રભાવિત થઈ શકે છે, વૃક્ષો ધરાશાયી થઈ શકે છે અને ટ્રેનના ટ્રેકને નુકસાન થઈ શકે છે, જ્યારે ઉભા પાક અને વૃક્ષોને પણ નુકસાન થઈ શકે છે.
આ કારણોસર પશ્ચિમ રેલવે દ્વારા ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે 67 ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 15 જૂન સુધી તમામ દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બિપોરજોય વાવાઝોડાની અસર મુંબઈ, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં જોવા મળશે અને તે 16 જૂન સુધીમાં રાજસ્થાન તરફ પહોંચશે.
લેન્ડફોલ દરમિયાન, અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ થશે અને ભારે પવનની અપેક્ષા છે.
આ કારણોસર કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરી જિલ્લામાં આવતીકાલ સુધી શાળા-કોલેજો બંધ છે.
કેન્દ્ર સરકાર આ વાવાઝોડા પર ચાંપતી નજર રાખી રહી છે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ સંદર્ભે સમીક્ષા બેઠક કરી છે.
બિપોરજોય તોફાનની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળશે અને એટલા માટે ત્યાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સિંધમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે, જ્યારે અહીંના દક્ષિણી તટીય વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે.
અનુમાન મુજબ, ચક્રવાત આજે કચ્છને પાર કરીને આવતીકાલે કરાચીના કિનારે પહોંચશે.
બિપોરજોય ગુરુવારની બપોર સુધીમાં 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પાકિસ્તાન પહોંચશે અને ત્યાં પણ તબાહી મચાવી શકે છે.












Click it and Unblock the Notifications
