આ દિવસે ગુજરાતના તટ પર વિનાશ વેરશે સાયક્લોન ‘મહા', હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગ દ્વારા જારી રિપોર્ટ અનુસાર ‘મહા' તોફાન ગુજરાતથી લગભગ 600 કિલોમીટર દૂર છે જો કે તે પાછુ આવી જશે અને ગુજરાતના દ્વારકામાં ટકરાવાની સંભાવના છે.
ગુજરાતના તટીય વિસ્તારોમાં રહેતા લોકો માટે હવામાન વિભાગે રવિવારે રાહતના સમાચાર આપ્યા. ચક્રવાતી તોફાન 'મહા' હવે ત્રણ દિવસ બાદ એટલે કે 6 નવેમ્બરે ગુજરાતના તટીય વિસ્તારોમાં ત્રાટકશે. રવિવારે આ તોફાન ઓમાન તરફ વળી ગયુ અને ભારતમાં લોકોને ઝડપી પવન અને વરસાદથી થોડા દિવસ માટે રાહત મળી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા જારી રિપોર્ટ અનુસાર 'મહા' તોફાન ગુજરાતથી લગભગ 600 કિલોમીટર દૂર છે જો કે તે પાછુ આવી જશે અને ગુજરાતના દ્વારકામાં ટકરાવાની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે અરબ સાગરમાં ઉઠેલુ આ તોફાન હવે વેરી સીવિયર સાયક્લોનિક સ્ટૉર્મમાં બદલાઈ ચૂક્યુ છે. હવામાન વિભાગ અનુસાર તે ત્રણ દિવસ બાદ ફરીથી યુ ટર્ન લઈને ભારત તરફ વળશે. 'મહા' તોફાન આગામી બે દિવસમાં વધુ મજબૂત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ભારતના તટીય વિસ્તારોમાં ઝડપી પવન અને વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યુ કે સોમવારે અને મગળવારે હવામાન સામાન્ય રહેશે. જોધપુર સહિત ઘણી જગ્યાએ વાદળો છવાયેલા રહેવાની સંભાવના પરંતુ વરસાદ થવાની સંભાવના નથી.
હવામાન વિભાગે જણાવ્યુ કે ચક્રવાતી તોફાન દીવથી દક્ષિણ-પશ્ચિમમાં 580 કિલોમીટરના અંતરે સ્થિત છે. વળી, વેરાવળથી 'મહા' તોફાન 550 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. 'મહા' તોફાન બુધવારે રાતે કે પછી ગુરુવારની સવારે ગુજરાતમાં દ્વારકાના તટે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યુ કે આ દરમિયાન પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. 6થી 7 નવેમ્બર વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 'મહા' તોફાન અત્યારે ઓમાન તરફ વધી રહ્યુ છે પરંતુ સોમવારે તે ગુજરાત તરફ પાછુ આવશે.












Click it and Unblock the Notifications
