ગુજરાતમાં વાવાઝોડુ 'તૌકતે' ટકરાયુ, બે કલાકમાં લેન્ડફૉલની પ્રક્રિયા થશે, 4 જિલ્લામાં ભારે વરસાદ પડશે

હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ગુજરાતમાં પોરબંદર અને મહુવા વચ્ચે વાવાઝોડુ તૌકતે ટકરાયુ છે.

અમદાવાદઃ હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ગુજરાતમાં પોરબંદર અને મહુવા વચ્ચે વાવાઝોડુ તૌકતે ટકરાયુ છે. આગામી બે કલાક ખૂબ મહત્વના છે. 4 જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. 185 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતા બે કલાકમાં લેન્ડફૉસલની પ્રક્રિયા થશે. સીએમ રૂપાણીએ જણાવ્યુ કે આગામી બે કલાક અતિ મહત્વના છે.

cyclone

દરિયાઈ વિસ્તારોમાં ઘાતક પવન ફૂંકાવાનુ શરૂ થઈ ગયુ છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનારમાં 80થી 130 કિમીની ઝડપે પવન ફૂંકાયો. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટમાં 100 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. મોરબીમાં જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સર્વત્ર વરસાદ શરૂ થઈ ગયો છે. ખેડા જિલ્લામાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. વાવાઝોડાની અસરને પગલે ઠેર ઠેર વીજળી ડુલ થઈ ગઈ છે.

રાજ્યના સીએમ રૂપાણી કંટ્રોલ રૂમમાં સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે આગામી બે કલાક મહત્વના છે. રાતે 1 વાગ્યા સુધી વાવાઝોડાની અસર ચાલુ રહેશે. ત્યારબાદ વાવાઝોડાની અસર ઓછી થઈ શકે છે. વાવાઝોડાની અસરના પગલે કોવિડ હોસ્પિટલોમાં પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાની અસરના કારણે આગામી 3 દિવસ સુધી નાઈટ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી સમીક્ષા કરવામાં આવશે.

તોક-તે વાવાઝોડાના આગમન પૂર્વે જ ઉના શહેરમાં સાંજે પાંચ વાગ્યા બાદ ફૂંકાયેલ જોરદાર પવનના પગલે 200 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાનો ઉના પાલીકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશીએ દાવો કર્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધરાશાયી થયેલ વૃક્ષોને હટાવવા માટે પાલીકાની ટીમ અને NDRF ની ટીમના સભ્યો કામે લાગ્યા છે. તો બીજી તરફ ઉના શહેરમાં ભારે પવન ફૂંકાતા લાઈટ ગુલ થઈ જતા સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X