ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, હાઈ અલર્ટ બાદ સ્કૂલ-કોલેજ બંધ
ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, હાઈ અલર્ટ બાદ સ્કૂલ-કોલેજ બંધ
અમદાવાદઃ ભારતીય હવામાન ખાતા મુજબ ચક્રવાતી તોફાન 'વાયુ' ઉત્તર-પશ્ચિમ તરફથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જે બાદ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આશંકા છે માટે હવામાન ખાતાએ ગુજરાતમાં હાઈ અલર્ટ જાહેર કરી દીધું છે. જાણકારી મુજબ આ ચક્રવાતી તોફાન મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે માટે મુંબઈમાં પણ આગામી 24-48 કલાક માટે અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ તોફાનને કારણે તેજ હવાઓની સાથોસાથ વરસાદ થવાની આશંકા છે. હવામાન વિભાગ મુજબ મૉનસૂન પહેલા થઈ રહેલ વરસાદને કારણે અરબ સાગરમાં ચક્રવાતી તોફાન ઉઠ્યું છે.

ગુજરાત-મુંબઈમાં હાઈ અલર્ટ
ઉલ્લેખનીય છે કે સોમવારે મુંબઈમાં ભારે વરસાદ થયો હતો, વરસાદને કારણે કેટલાય વિમાનોને ડાયવર્ટ કરવામાં આવ્યાં હતાં. વિભાગનું કહેવું છે કે ચક્રવાતી તોફાન વાયુ 12થી 13 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના તટ પર પહોંચશે, જેનાથી પોરબંદર, મહુવા, વેરાવળ અને દિવમાં 110-120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એટલું જ નહિ, હવાની ગતિ પણ 135 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

સમગ્ર વિસ્તારમાં હાઈ અલર્ટ
તોફાનને પગલે ગુજરાત અને મુંબઈમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તટીય વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને તહેનાત કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસો માટે માછીમારોને પણ સમુદ્રમાં ન જવા દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અમરેલી કલેક્ટરે તોફાનને ધ્યાનમાં રાખી તમામ કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે. જ્યારે રાજકોટના કમિશ્નરે 13 જૂને તમામ સ્કૂલ-કોલેજમાં રજાનું એલાન કરી દીધું છે.

મહારાષ્ટ્ર પર આ અસર થશે
હવામાન વિભાગ મુજબ 24-48 કલાકમાં અરબ સમાગરમાં નિમ્ન દબાણ વાળા ક્ષેત્ર વધુ ઉંડા થઈ જશે જેનાથી તટીય વિસ્તારોમાં ભારે વરસાદ થસે, જો કે રાહતના સમાચાર એ છે કે મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં વાવાઝોડું નહિ ટકરા જેના કારણે તેજ હવાઓ અને સમુદ્રી વિક્ષોભ પેદા થઈ શકે છે.
|
મૉનસૂનમાં વિલંબ થઈ શકે
'વાયુ' ચક્રવાત ભારતના દક્ષિણી તટની નજીકથી ઉત્તર તરફ વધી રહ્યું છે, માટે મૉનસૂનમાં વિલંબ થવાની ઉમ્મીદ છે. વિશેષજ્ઞો મુજબ આ ચક્રવાતને કારણે મૉનસૂન આગામી કેટલાક દિવસ સુધી આગળ વધી શકે છે.












Click it and Unblock the Notifications
