ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ, જુઓ લાઈવ
ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ, જુઓ લાઈવ
કોરોના મહામારી વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્ર પર સાઈક્લોનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (India Meterological Department- IMD) મહારાષ્ટ્ર અને ગુજરાતના તટીય વિસ્તારોમાં 4 જૂનના રોજ રેડ અલર્ટ જાહેર કરી દીધું છે. કેમ કે અરબી સમુદ્રથી નિસર્ગ (Nisarg)નું વાવાઝોડું આવવાની સંભાવના જતાવવામા આવી રહી છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (South Gujrat) પર આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે.
આ વાવાઝોડાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેજ હવા અને ભારે વરસદ થશે. 1 જૂને મહારાષ્ટ્ર, ગોવા, કેરળ અને કર્ણાટકના તટીય વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટની ચેતવણી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગોવામાં 2 જૂને પણ આ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

નિમ્ન દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે
IMD મુજબ અરબી સમુદ્ર ઉપર નિમ્ન દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. અરબીસમુદ્ર ઉપર આગામી 48 કલાક દરમિયાન એક નિમ્ન દબાણનું ક્ષેત્ર બનશે. જે આગામી 48 કલાક દરમિયાન વધુ તીવ્ર થઈ ડિપ્રેશનમાં તબદીલ થશે અને જે બાદ તીવ્ર થઈ શકે છે. જે 2 જૂન સુધી લગભગ ઉત્તર તરફ જાય તેવી સંભાવના છે અને પછી ઉત્તર પૂર્વ તરફ જઈ શકે છે. 3 જૂનના રોજ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના (South Gujarat) તટ પર પહોંચી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટો પર અરબી સમુદ્રમાં માછલી પકડતા માછીમારોને 4 જૂન સુધી સમુદ્રમાં નહિ જવાની સલાહ આપવામાં આવી છે. સમુદ્રમાં 4 જૂને સ્થિતિ બહુ ખરાબ રહેવાની સંભાવના છે.
|
આગળ શું થશે
- 2 જૂને દક્ષિણ ગુજરાત તટ પર હવાની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકની રફ્તારથી 60 કિમી પ્રતિ કલાક સુધી વધવાની સંભાવના છે. સાથે જ સમુદ્રમાં સ્થિતિ બહુ ખરાબ થવાની શક્યતા છે.
- 3-4 જૂનના રોજ ગુજરાતના તટો પર 110 કિમી પ્રતિ કલાકની ગતિએ હવાની રફ્તાર રહેવાની સંભાવના છે. સાથે જ સમુદ્રની સ્થિતિ બહુ ખરાબ રહેવાની સંભાવના છે.

વાવાઝોડાનું નામ હશે નિસર્ગ
જો અરબી સમુદ્રમાં બનેલ નિમ્ન દબાણનું ક્ષેત્ર જો તોફાનમાં બદલશે તો તેનું નામ નિસર્ગ હશે. જો કે સત્તાવાર રીતે આ તોફાનનું નામકરણ નથી કરાયું. જ્યાં સુધી નિમ્ન દબાણના ક્ષેત્ર સાઈક્લોનક તોફાનમાં તબ્દીલ ના થઈ જાય ત્યાં સુધી તેનું નામકરણ ના કરી શકાય. કેટલાક લોકો આને 'હિકા' વાવાઝોડું તરીકે પણ ઓળખે છે.












Click it and Unblock the Notifications
