ડી ગેંગના 4 શાર્પ શુટરના 12 દિવસના રિમાન્ડ મંજુર

Subscribe to Oneindia News

જામનગર માં શિપિંગ અને ગુટખાના વ્યવસાય સાથે સંકળયેલા અસ્ફાક ખત્રી નામના વેપારીને મોતના ઘાટ ઉતારવા માટે ડી-ગેંગ ના શૂટરોને સોપારી આપવામાં આવી હતી. આ શૂટરો રાજકોટ આવે તે પહેલાં જ રાજકોટ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શિરડીથી રાજકોટ આવી રહેલી નીતા ટ્રાવેલ્‍સની વોલ્‍વોમાં 4 શાર્પ શુટર આવી રહ્યા છે, જેમની જોડે હથિયાર છે અને અનિસ ઇબ્રાહીમે એમને જામનગરના વેપારીની સોપારી આપી છે. પોલીસે ચારેયને બેટી ચોકડી પાસે ઝડપી પાડ્યા હતા.

sharp shooters

પ્રાપ્ત માહિતી અનુસાર દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહીમએ શાર્પશુટરોને રૂ.10 લાખ આપ્યા હતા. 4 શાર્પ શુટર સહિત અનીસ ઇબ્રાહિમ સામે પણ ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. ઝડપાયેલા શૂટરોને કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્‍ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

અહીં વાંચો - ડી-ગેંગની નજર રાજકોટ પર, આ વેપારીની લેવાઇ હતી સોપારી

સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઇ. કે. કે. ઝાલાની ફરિયાદ પરથી ચાર શાર્પ શૂટરો રામદાસ ઉર્ફ રામુ પરશુરામ રહાણે (ઉ.40-રહે. ગીરગાંવ, ઠાકુરદાર કાંતિનગર બિલ્‍ડીંગ નં. 260/એન- રૂમ નં. 2, જગન્‍નાથ શંકરશેઠ રોડ મુંબઇ-4), વિનીત પુંડલીક જાલટે (ઉ.30-રહે. સાઇ સમર્થ એપાર્ટમેન્‍ટ, રૂમ નં. 6 દત્ત ચોક, સિડાકો વિસ્‍તાર, નાસિક), સંદિપ દયાનંદ શિબાંગ (ઉ.28-રહે. મહારાષ્‍ટ્રનગર, ટાઇટેનિક બિલ્‍ડીંગ ડી-વીંગ રૂમ નં. 407, સરકારી વસાહત, બાન્‍દ્રા પૂર્વ -મુંબઇ) તથા અનિલ રાજૂ ધીલોડ (ઉ.29-રહે. બાન્‍દ્રા (ઇસ્‍ટ), સરકારી કોલોની, ગૌતમ સેવા સંઘ ચાલ, રૂમ નં. 19-મુંબઇ) તથા ફરારી અનીસ ઇબ્રાહીમ સામે આઇપીસી 307, 511, 120-બી, આર્મ્‍સ એક્‍ટની કલમ 25 (1) એએ તથા જીપીએક્‍ટ 135 (1) મુજબ ગુનો નોંધાયો છે.

ફરિયાદમાં નોંધાયુ છે કે, અનીસ ઇબ્રાહીમે અન્‍ય ચાર આરોપીઓ સાથે મળી પહેલેથી જ ગુનાહિત કાવતરુ રચી જામનગરના વેપારી અશ્‍ફાક ખત્રીની હત્યા કરવા માટે ચારેય શૂટરોને સોપારી આપી હતી. પકડાયેલા ચારેય શખ્‍સો પાસેથી 9 એમએમની પિસ્‍તોલ, 6 જીવતા કાર્ટીસ, બે છરી સહિતની ચીજવસ્‍તુઓ જપ્‍ત થઇ છે. આ ચારેય નાશિકથી બસમાં રાજકોટ આવી, રાજકોટમાંથી વાહન ચોરી જામનગર જવાના હતા. ત્યાં જઇ અશ્‍ફાક ખત્રીના હત્યા કરી વાહનો મુકીને ભાગી જવાની યોજના હતી. આ હકીકતને આધારે ચારેય શખ્સોને રૂ. 57650 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે.

મહારષ્ટ્ર ATSએ પણ તપાસ હાથ ધરી છે, મુંબઈ ક્રાઈમ બ્રાંચની એક ટીમ રાજકોટ આવી પહોંચી છે અને આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

English summary
d gang 12 days remand granted for 4 sharp shooters.
Please Wait while comments are loading...