For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેનમાં ફસાયેલો દાહોદનો વિદ્યાર્થી પરત ફર્યો, સરકારનો આભાર માન્યો!

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા લોન્ચ કરવામાં આવ્યુ છે. આ ઓપરેશન અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા મોટાભાગના ભારતીયો સ્વદેશ પરત ફરવામાં સફળ થયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દાહોદ : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા લોન્ચ કરવામાં આવ્યુ છે. આ ઓપરેશન અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા મોટાભાગના ભારતીયો સ્વદેશ પરત ફરવામાં સફળ થયા છે. દાહોદમાં ફસાયેલો વિદ્યાર્થી પર સરકારની મદદથી ભારત પરત ફર્યો છે અને તેને સરકારનો આભાર માન્યો છે.

Dahod student

યુક્રેન પર રશિયાના ભીષણ હુમલાએ ફસાયેલા ભારતીયોની ચિંતા વધારી છે ત્યારે દાહોદના ઠક્કર ફળીયાના નૂર બંગલામાં રહેતા અને યુક્રેનના ખાર્કિવ શહેરમાં રહેતા ક્લેમ હાકિભાઈ ઝાલોદવાલા હેમખેમ પરત ફર્યા છે. ક્લેમના પરત ફરતા હવે પરિવારમાં ખુશીનો માહોલ છે.

તેમના જણાવ્યા અનુસાર, તેઓ યુક્રેનના ખાર્કિવ શહેરમાં અભ્યાસ કરતા હતા અને સ્થિતી બગડતા ફસાયા હતા. જે બાદ પરિવારની ચિંતા વધી હતી. જો કે તેઓ બાદ ખાર્કિવ છોડીને નિકળી ગયા હતા અને 28 ફેબ્રુઆરીએ નિકળ્યા બાદ 7 માર્ચે તેઓ વતન પરત ફર્યા હતા.

તેઓએ લવીથી પોલેન્ડ બોર્ડર સુધી જોખમી સફર ખેડી હતી, જે બાદ એમ્બેસીએ તેની મદદ કરી હતી. ભારતીય એમ્બેસીએ બોર્ડરથી તેમના માટે જરૂરી વ્યવસ્થા કરી સહિસલામત ઘરે પહોંચાડ્યા હતા. ભારત પરત ફર્યા બાદ ગુજરાત સરકારે પણ પરિવાર સુધી પહોંચવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી હતી.

English summary
Dahod student trapped in Ukraine returns, thanks government!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X