For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના સાયલામાં દલિત કિશોરીને જીવતી સળગાવી

|
Google Oneindia Gujarati News

burn
સાયલા, 17 જૂન: ગુજરાતમાં એક એવી ઘટના ઘટવા પામી છે જે ગુજરાતમાં વિકાસ અને મહિલાના સુરક્ષાની વાતોને ખોટી સાબિત કરી દે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં આઠ લોકોએ કથિત રીતે 15 વર્ષની દલિત સગીરાને જીવતી સળગાવી દેવામાં આવી.

પોલીસે આજે અહીં ઘટના અંગે વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે સાયલાના આંબેડકર નગર વિસ્તારમાં મોતીભાઇ સુનેરા અને સાત અન્ય લોકોએ ચંદ્રિકા પરમાર નામની કિશોરીને જીવતી સળગાવી દીધી.

સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલી સાયલા પોલીસ સ્ટેશનના એ બી ગોહિલે જણાવ્યું કે 'યુવતી નીક(નાળી) સાફ કરી રહી હતી, ત્યારે જ સુનેરાના નેતૃત્વમાં લોકો તેની પાસે આવ્યા અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. ત્યાર બાદ તેઓએ સગીરા પર ઘાસતેલ છાંટીને આગ ચાંપી દીધી.'

એ બી ગોહિલે જણાવ્યું કે 'ગંભીર રીતે ઘાયલ યુવીતીને પહેલા સાયલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી જ્યાં તેની હાલત નાજુક હોવાથી તેને અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.'

અધિકારી અનુસાર સુનેરા તથા સાત અન્યની વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે જોકે હજી સુધી એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

English summary
A 15-year-old Dalit girl was burnt alive allegedly by eight people in Sayla town of Gujarat's Surendranagar district, police said here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X