સરકારે જે દમણને આપ્યું છે તે પહેલા ક્યારેય નથી અપાયું : PM મોદી

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની ટૂંકી મુલાકાતે છે. ગુજરાતના દમણ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દમણ દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દમણ અને દીવ વચ્ચે 700 કિલોમીટરનું અંતર છે જે માટે રોડ માર્ગે 14 કલાકથી વધુનો સમય લાગે છે. ત્યારે હેલિકોપ્ટર સેવા શરૂ કરાવવાથી લોકોને આ પ્રવાસ કરવો સરળ બનશે. આ સિવાય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દમણ માટે હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા કહ્યું હતું કે આ સરકારે જે દમણને આપ્યું છે તે પહેલા ક્યારેય નથી અપાયું. આ માટે વડાપ્રધાન સુરત એરપોર્ટછી હેલિકોપ્ટર મારફતે દમણ પહોંચ્યા હતા.

modi

જ્યાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ હેલિકોપ્ટર સેવાથી દમણ અને દીવને અને વિકાસની મુખ્ય ધારા સાથે જોડી રહ્યા છીએ. દમણમાં ગુજરાતીમાં ભાષણ શરૂ કરી પીએમ મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. દમણમાં બે હજારથી વધુ શૌચાલય ખોલવામાં આવ્યા છે તે મામલે બોલતા પીએમ મોદીએ દમણના વખાણ કરતા કહ્યું હતું કે દમણને ખુલ્લામાં શૌચાલયથી મુક્તિ મળી ગઇ છે. તેમણે કહ્યું કે દમણ દીવમાં વિકાસનો નવો માહોલ ઉત્પન્ન થયો છે. સફાઇ હોય તો લોકોને અહીં આવવાનું મન થાય. અને પ્રવાસનને પણ ફાયદો મળે. આ માટે તંત્ર અને જાગૃત નાગરિકોને શુભેચ્છા પાઠવું છું.

ઉલ્લેખનીય છે કે દમણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે ઇ રીક્ષા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે ઇ રીક્ષાથી પ્રદૂષણ થતું અટકે છે. વળી દમણની મહિલાઓ ઇ રીક્ષા ચલાવીને રોજગારી મેળવશે. સાથે તેમણે દમણમાં એક યુનિવર્સિટીટ સ્થાપવાની વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દમણ એક ઔદ્યોગિક નગરી છે. અને દમણ એક પ્રકારે લઘુ ભારત બની ગયું છે. ઉલ્લેખનીય છે કે દમણ બાદ વડાપ્રધાન તમિલનાડુમાં અમ્મા સ્કૂટર યોજનાની પણ શરૂઆત કરાવશે. આમ આગામી બે દિવસમાં વડાપ્રધાન દમણ સાથે પોંડિચેરી અને તમિલનાડુનો પણ પ્રવાસ કરશે. પોંડિચેરીમાં તે રવિવારે પહોંચીને અરબિંદો આશ્રમની સુવર્ણજયંતી કાર્યક્રમમાં ભાગ લેશે. સાથે જ સુરતમાં તે રવિવારે રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોનને પણ લીલી ઝંડી બતાવશે.

English summary
Prime Minister Narendra Modi at the launch of various development projects in Daman.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.