ફિક્સ પગારદારો માટે આનંદના ખબર

Written By:
Subscribe to Oneindia News

રાજ્ય સરકારે લાંબા સમયથી ચાલતા ફિક્સ પગારોના પ્રશ્નોને દૂર કરવા માટે આજે કેટલાક મહત્વ નિર્ણયો લીધા છે. સરકારે 2006થી ચાલી રહેલા પગાર ધોરણોને બદલી તેમાં મોટો વધારો કર્યો છે. વર્ગ 2,3 અને 4ના કર્મચારીઓના પગારમાં સરકારે મોટો વધારો કર્યો છે.

nitin patel

જેના લીધે વર્ગ 2ના કર્મચારીઓના પગારમાં 90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને વર્ગ 3 ના કર્મચારીઓના પણ પગારમાં 73 ટકાનો વધારો કરાયો છે. વળી હવેથી કર્મચારીઓને એચઆરએ હેઠળ પણ 10 ટકા આપવામાં આવશે. આ અંગે આજે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. વર્ગ 4ના કર્મચારીઓના પગારમાં 124 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે જીજ્ઞેષ મેવાણી જેવા નેતાઓ દ્વારા આ મુદ્દાને મોટા સ્વરૂપમાં ઉઠાવવા બાદ રાજ્ય સરકારે આ અંગે જલ્દી જ નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. જેના અંતર્ગત આજે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. 1 ફેબ્રૂઆરી 2017થી આ પગાર વધારો લાગુ પડશે. નવા કર્માચરીઓને પણ નિયુક્તિના પ્રથમ દિવસથી જ તમામ લાભો મળશે અને કાયમી કર્મચારીઓને પણ ઘણો મોટો લાભ થશે. 

કુલ 1 લાખ 18 હજાર 738 કર્મચારીઓને આ પગાર વધારાનો લાભ મળશે, સામે સરકરા પર દર વર્ષે 1300 કરોડનો બોજો ભોગવવાનો આવશે.

English summary
DCM Nitin Patel announces major increment in the fix salary.
Please Wait while comments are loading...