ઇશરત કેસમાં પી પી પાન્ડેની ભાગેડું જાહેર કરો : CBI

સીબીઆઇએ કરેલી માંગ અંગે કોર્ટ ગુરૂવારે, 13 જૂને પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. હવે પાંડેને ભાગેડું જાહેર કરી દેવાય છે તો તપાસ એજન્સી તેમની સંપત્તિને જપ્ત કરી શકે છે. સ્પેશિયલ સીબીઆઈની કોર્ટે તપાસ એજન્સીનાં સમન્સનો જવાબ નહીં આપવા પર ગુજરાત પોલીસનાં એડિશનલ ડીજીપી(ક્રાઈમ) પાંડે વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ પણ બહાર પાડ્યું હતું.
પાંડેએ એફઆઈઆરને રદ્દ કરાવવા અને પોતાનાં વિરૂદ્ધ બહાર પડાયેલા બિન જામીનપાત્ર વોરન્ટથી રાહત મેળવવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને મંગળવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. 1982 બેન્ચનાં આઈપીએસ અધિકારી પૃથ્વીલાલ.પી.પાંડેને ઈશરત જહાં અને ત્રણ અન્ય નકલી એન્કાઉન્ટર મામલે આરોપી બનાવાયા છે. 15 જૂન 2004માં થયેલ અથડામણ વખતે પાંડે અમદાવાદનાં સંયુક્ત પોલીસ કમિશનર હતા.












Click it and Unblock the Notifications
