મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લામાં વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્તમાં હાજર રહ્યા છે. જેમા સોમપીપળીયા ખાતે નાની સિંચય યોજાનું ખાત મુહૂર્ત કર્યું હતું તો સાથે વિરપુર બસડોપોનું ઇ લોકાર્પણ પણ તેમના દ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્તમાં હાજર રહ્યા છે. જેમા સોમપીપળીયા ખાતે નાની સિંચય યોજાનું ખાત મુહૂર્ત કર્યું હતું તો સાથે વિરપુર બસડોપોનું ઇ લોકાર્પણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યુ હતુ. ભડલી ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેજરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.

Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, આપણે સ્વરાજ્ય પછી હમેશા સુરાજ્યની કલ્પના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવ્યા બાદ તેનો આપણને અહેસાસ થાય છે. "વંદે ગુજરાત" અંતર્ગત રાજ્ય સરકાર અત્યારે "20 વર્ષનો વિકાસ 20 વર્ષનો વિશ્વાસ"ના કાર્યક્રમનું આયોજન કર્યુ છે.

દરેક ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાયાની ત્રણેય જરૂરિયાત શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષામાં પાયો ખૂબ મજબૂત છે. ગુજરતા દેશનું ગ્રોથ એન્જિન બન્યુ છે. ત્યારે રાજ્ય સરકારની યોજનાએ છેવાડાના માનવી સુધી પહોચી શકે ત્યારે ગ્રોથન એન્જિન બન્યુ કહેવાય. નાના ગામ સુધી સરકારની યોજના પહોચી છે. જરૂરીયાત હોય તો આપણે તેની ખાત મુહૂર્ત આપણે કર્યુ છે.

ભૂપેન્દ્ર પટેલ જણાવ્યુ હતુ કે, 2002 માં કૃષિમાં આપણો ઉત્પાદન ધાન્ય પાકોમાં 23.48 લાખ મેટ્રિક ટન હતુ તે આજે 83 લાખ મેટ્રીક ટન સુધી પહોચી ગયુ છે. રાજ્યનો વિકાસ દરેક ક્ષેત્રમાં નરેન્દ્ર મોદીના માર્ગ દર્શનમાં વિકાસના કામો કર્યા છે. બાગાયતી પાકમાં 2002 62.01 લાખ મેટ્રીક ટન હતુ તે આજે 250.52 લાખ મેટ્રીક ટન થયુ છે. ચેક ડેમમાં 5300 હતા આજે 1 લાખ62 હજાર ચેક ડેમો છે. જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે.

ખેડૂતોને વાળુ ટાઇમે લાઇટ આપવાની માગ કરવામાં આવતી હતી. આજે 24 કલાક ગામોમાં વિજળી મળતી થઇ છે. પહેલાના સમયમાં કામો માંટે આંદોલન કરવા પડતા હતા. આજે નાના માણસનો વિકાસ કરવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ સારી કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ડ્રોપ આઉટ રેશિયો પહેલા 37 ટકા હતો આજે 3 ટકા જ થઇ ગયો છે. એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X