ગુજરાતમાં વરસાદની અછતથી ખરીફ પાકનું વાવેતર 60 ટકા ઘટ્યું
અમદાવાદ, 30 જૂન : આ વર્ષે વરસાદના વિલંબના કારણે ગુજરાતમાં ખરીફ પાકના વાવેતર પર માઠી અસર પડી છે. ગયા વર્ષની સરખામણી કરીએ તો અત્યાર સુધી 66 ટકા ઓછું વાવેતર થયું છે. આ અંગે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ ધ્યાનમાં લઇએ તો ગયા વર્ષે 2.6 મિલિયન હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 9,38,400 હેક્ટરમાં જ વાવેતર થયું છે.
ગુજરાતમાં દર વર્ષે આવતો દક્ષિણ પશ્ચિમી વરસાદ ગયા સપ્તાહે મધ્યમથી ભારે પ્રમાણમાં વરસ્યો હતો. જો કે ત્યાર બાદ વરસાદ વરસ્યો નથી. વળી, ફરી વરસાદ વરસવામાં વિલંબ થઇ રહ્યો છે. ગુજરાતમાં મગફળી અને કપાસ બે મહત્વના રોકડિયા પાક છે. આ વર્ષે તેની વાવણીમાં અનુક્રમે 30 ટકા અને 52 ટકા ઘટાડો નોંધાયો છે.

વાવણી અંગેનો ડેટા દર્શાવે છે કે 23 જૂન સુધીમાં 535,00 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. જ્યારે ગયા વર્ષે 1.20 મિલિયન હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે મગફળીનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 2.71 મિલિયન હેક્ટરના માત્ર 19.72 ટકા જેટલું જ નોંધાયું છે.
આ અંગે રાજ્યના કૃષિમંત્રી ગોવિંદ પટેલનું કહેવું છે કે આ ખરીપ ઋતુમાં ઓછા વાવેતરનું એક માત્ર કરાણ વરસાદમાં વિલંબ છે. એકવાર પુરતો વરસાદ પડ્યા બાદ રાજ્યમાં વાવણી પુરજોશમાં શરૂ થશે. રાજ્ય સરકાર 15 જુલાઇ સુધી રાહ જોશે. જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોને માટે લાભકર્તા યોજનાની જાહેરાત કરશે.
રાજ્યમાં આવી સ્થિતિ અન્ય પાકો જેવાકે મગ, અડદ, પેડી, સોયાબિન તુર્કી દાળ વગેરેની વાવણીમાં પણ જોવા મળી છે. જ્યાં ગયા વર્ષની સરખામણીએ ઓછું વાવેતર થયું છે.












Click it and Unblock the Notifications
