વરસાદમાં વિલંબ : પાણી બચાવવા નર્મદા ડેમના 6 વીજ ટર્બાઇન મહિના માટે બંધ

નર્મદા, 8 જુલાઇ : ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ હજી સક્રિય થયું નથી. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતવાસીઓ વરસાદ વરસવાની રાહ જોઇ રહ્યા છે. આ કારણે ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની તંગી ઉભી થઇ છે. આ વર્ષે નબળા ચોમાસાની આગાહીને પગલે ગુજરાતના લોકોને વધારે તકલીફ પડે નહીં તે માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએલ - SSNNL) દ્વારા ડેમ પર લાગેલા અને 200 મેગાવોટ હાઇડ્રો ઇલેક્ટ્રિકની વ્યક્તિગત ક્ષમતા ધરાવતા 6 ટર્બાઇનને મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ થવાથી ડેમમાંથી પાણી વહી જશે નહીં અને ડેમમાં પાણીનો સંગ્રહ થશે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થઈ છે. 121.92 મીટરની જળસપાટી ધરાવતા આ બંધમા હાલ પાણીનું લેવલ 114.71 મીટર છે. ડેમનું પાણી જળ વિધુતમથકના ટર્બાઇન અને કેનાલ મારફતે પીવા અને સીંચાઇ માટે વપરાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સિંચાઇ અને પીવા માટે પાણી આપવુ જ પડે તે હેતુથી બંધના પાવર હાઉસના તમામ છ ટર્બાઇન બંધ રાખવાની નર્મદા કંટ્રોલ ઓથોરિટીને સૂચના આપવામાં આવી છે.

narmada-dam

નોંધનીય છે કે આ છ ટર્બાઇન 1200 મેગાવોટનું વિજ ઉત્પાદન કરે છે. તેને બંધ રાખવાને કારણે નર્મદા ડેમની જળ સપાટી વધી શકે. જો કે નર્મદા ડેમની જળસપાટી 114.71 મીટર અને અનામત લેવલ 110.64 મીટર છે. જે પ્રમાણે પાણીની સપાટી અનામત લેવલ કરતા ચાર મીટર જેટલી વધુ હોવાથી ગુજરાતમા ચોમાસું ખેંચાય તો પણ પીવાના પાણી માટે કોઇ તકલીફ ન પડે તેવા નર્મદા નિગમના અધિકારીઓ આશ્ર્વાશનો આપી રહ્યા છે.

નર્મદા બંધમા પાણીની પરિસ્થિતિનું ધ્યાન દિલ્હી સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી રાખી રહી છે. ત્યારે નર્મદા બંધનુ મિનીમમ લેવલ 110.54 મીટર જાળવવું ખુબજ જરૂરી છે. અને તે કારણસર જ કરોડો રૂપિયાનું વિજ ઉત્પાદન બંધ કરી હાલ પીવાના અને સિંચાઇના પાણીનો સંગ્રહ કરાવામાં આવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X