અતિવૃષ્ટિમાં અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચુકવવા કોંગ્રેસની માંગ
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જીલ્લાઓ - વિસ્તારો જળબંબાકાર થયા છે અનેક ગામો- વિસ્તારો ભારે પ્રભાવિત થયા છે. હજારો પરિવારો બેઘર થયા છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જીલ્લાઓ - વિસ્તારો જળબંબાકાર થયા છે અનેક ગામો- વિસ્તારો ભારે પ્રભાવિત થયા છે. હજારો પરિવારો બેઘર થયા છે. રાજ્ય સરકાર ચોમાસાનું આગોતરૂ આયોજન કરવામાં વધુ એક વાર નિષ્ફળ ગઈ છે ત્યારે અસરગ્રસ્તોને પૂરતી સહાય આપવા તંત્ર સત્વરે પગલા ભરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ડૉ. સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક જીલ્લાઓ અત્યારે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. રોડ-રસ્તા, દવાખાના, શિક્ષણ વગેરે માટે આગોતરુ આયોજન કરવાનું હોય છે, સરકાર બદલવામાં પ્રશાસન વ્યસ્ત હતુ. રાજ્યના નાગરિકોને કુદરતી આપત્તીમાં મદદ કરવા - સહાય માટેના નિતિ નિયમો છે પણ તે કાગળ પર હોય તેમ, વિવિધ વિસ્તારના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, આગેવાનોએ મુલાકાત સમયે પુરગ્રસ્ત-અસરગ્રસ્ત પરિવારોએ રજુઆત કરી.
કોંગ્રેસના નેતાએ વધુમાં જણાવ્યું હતુ કે, ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે, ઘરવખરીને ભારે નુકસાન થયું છે. વહીવટીતંત્ર અન્ય જાહેરાતો - પક્ષના પ્રચારમાં વ્યસ્ત હોય તેમ જણાય છે. કેશડોલ્સના ધોરણો સુધારવું અતિ જરૂરી છે આખા પરિવારને કેશડોલ્સ મળતી નથી. સર્વેની જાહેરાત થઈ છે પણ કામ શરૂ ક્યારે થશે?
વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડૉ. સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ખેડૂત, ખેતી, પશુપાલકોની હાલત દયનીય છે, અસરગ્રસ્તો - પુરગ્રસ્તો સહિત ઘર-ઘરવખરી- વાહન સહિતના મુદ્દે ભારે નુકસાન અંગે કોંગ્રેસ પક્ષ તરફથી ઓનલાઈન - ઓફલાઈન ફોર્મ દ્વારા રાજ્યના તંત્ર સમક્ષ રજુઆત માટે જુદા જુદા ચાર ફોર્મ જાહેર કરેલ છે.












Click it and Unblock the Notifications
