રાજ્યમાં ઝડપથી ફેલાઇ રહેલા લમ્પી વાયરસને પશુ મહામારી જાહેર કરવા કોંગ્રેસની માંગ!

ગુજરાતમાં ગૌવંશમાં લમ્પી નામના ભયાનક વાયરસ ફેલાઇ રહ્યો છે. ત્યારે, પશુધનનને બચાવવા તંત્ર હજુ કુંભકર્ણ નિદ્રામાં હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ગૌવંશમાં લમ્પી નામના ભયાનક વાયરસ ફેલાઇ રહ્યો છે. ત્યારે, પશુધનનને બચાવવા તંત્ર હજુ કુંભકર્ણ નિદ્રામાં હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. લમ્પી રોગ બાબતે ખેડૂતો, માલધારીઓ, પશુ પાલકોને માહિતગાર કરવા, આ રોગ સામે રસિકરણની અસરકારક કામગીરી વગેરેમાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે.

animal epidemic

ગુજરાત કિસાન કોંગ્રેસે જામનગર અને કચ્છમાં ગૌશાળાઓ - પાંજરાપોળ સંચાલકો સેવાભાવી સંસ્થાઓની મુલાકાત લઈ સ્થાનિક તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો. મુખ્યમંત્રી, કૃષિ અને પશુપાલન મંત્રીને ૧૬ માંગણીઓ સાથેનો ગુજરાત કિસાન કોંગ્રેસે પત્ર લખ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને સરકારે તલાટી મંત્રીઓને ઘરે ઘરે જઈ બિમાર પશુઓની નોંધ કરવા આદેશ કર્યો છે. ત્યારે, ત્રણ ગામ વચ્ચે એક તલાટીમંત્રી છે તે ત્રણ દિવસમાં આ રિપોર્ટ કઈ રીતે તૈયાર કરી શકશે ?

કોંગ્રેસ દ્વારા લમ્પી વાયરસમાં ખોટા આંકડાઓ આપવાની જગ્યાએ સાચી માહિતી પુરી પાડવા અને કાગળ પર રસિકરણ કરવાની જગ્યાએ ગૌવંશને બચાવવા ખરેખર રસિકરણ કરવાની માંગ કરી છે.

ઝડપથી ફેલાઇ રહેલા લમ્પી વાયરસથી પશુઓ બચાવવા અને પશુપાલકોને મોટા નુકસાનથી ઉગારવા માટે કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ તત્કિલન પગલાં લેવા માંગ કરી છે. ગુજરાત કિસાન કોંગ્રેસે ગૌવંશને બચાવવા તાત્કાલિક રસિકરણ કરવા, ગૌશાળાઓ- પાંજરાપોળોની બાકી સબસિડી ચુકવવા. સરકારી ગોદામોમાં પડેલો ઘાસચારો ખુલ્લો મુકવા તથા લમ્પી વાયરસને મહામારી જાહેર કરી તેને SDRF ની જોગવાઈઓમાં સમાવેશ કરી પશુપાલકને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X