ધનતેરસ : સમૃધ્ધિ મેળવવા લોકો શુકનનું સોનુ ચાંદી ખરીદશે

પંડિતો કહે છે કે શાસ્ત્રોક્ત વિધિથી લક્ષ્મીજીની પૂજા કરવાથી આર્થિક સમૃદ્ધિ મળવાની સાથે કાયમી દરિદ્રતા દૂર થાય છે અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય છે. વિક્રમ સંવત ૨૦૬૮ના અંતિમ ચરણમાં રવિવારે ૧૧મી નવેમ્બરના રોજ આસો વદ તેરસના રોજ ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે નવી ખરીદેલી વસ્તુની પૂજા કરવામાં આવે છે.
ધનતેરસ સાથે બીજું એક પર્વ પણ સંકળાયેલું છે. સમુદ્ર મંથન વખતે આ જ દિવસે ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. આથી આ દિવસે ધન અને ધન્વંતરીનું પૂજન થાય છે. પૂજન કરીને ભગવાન સૌને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી કામના કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
