Dharoi Dam : ઉત્તર ગુજરાત માટે રાહતના સમાચાર, ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો
Dharoi Dam : ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં વરસાદી પાણીની અસરથી જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ડેમની સપાટી 612.71 ફૂટે પહોંચી છે.
હાલના આંકડા પ્રમાણે ધરોઈ ડેમમાં પાણીનો કુલ 66.88% જથ્થો સંગ્રહિત થયો છે. ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

હાલની સ્થિતિ પ્રમાણે ડેમમાં 8055 ક્યુસેક જેટલી જળ આવક થઈ રહી છે, જે ભવિષ્યમાં પાણી પુરવઠાના સંકટમાં રાહત પૂરું પાડશે.
સ્થાનિક ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે આ સમાચાર રાહતના શ્વાસ સમાન છે, કારણ કે ડેમની જળસપાટીનો સીધો લાભ ખેતીતંત્ર અને પીવાના પાણીની વ્યવસ્થા સાથે સંકળાયેલ છે.
જણાવી દઈએ કે, ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ડેમ છે. સાબરમતિ નદી પર બનેલો ધરોઈ ડેમ ઘણા તાલુકાઓને પાણી પુરૂ પાડે છે. આ ડેમમાં પાણીનો પુરતો જથ્થો ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે.












Click it and Unblock the Notifications
