ધોળકામાં જમીન માટે નિર્વસ્ત્ર વિરોધ કરવા તૈયાર: જીજ્ઞેશ મેવાણી
દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ ધોળકા ખાતે જણાવ્યું હતું કે , જો 72 કલાકમાં દલિતોને તેમની પડાવી લીધેલી જમીનનો કબ્જો સોંપવામાં નહી આવે તો ગુજરાતમાં દલિતો પણ મણીપુરની માફક નિર્વસ્ત્ર થઇને રેલી નીકાળશે. જેની શરૂઆત ધોળકાના સરોડા ગામથી કરાશે.

ઊના દલિત અત્યાચાર લડત સમિતીએ ધોળકા તાલુકામાં દલિતોને જમીનનો કબજો અપાવવા મુદ્દે કલેકટર કચેરીને ઘેરી હતી, જેમાં દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી સહિતના લોકો કલેકટર કચેરી આગળ પહોંચતાની સાથે જ પોલીસે તેમની અટકાયત કરી હતી.
સાથે જ ત્યાં હાજર મહિલા સાથે પોલિસે બળજબરી કરતાં બે મહિલાઓ બેભાન થઇ ગઇ હતી. જોકે, બીજી તરફ દલિત આગેવાન જિજ્ઞોશ મેવાણીની અટકાયત થતાં દલિતોએ સાંજે કલેકટર કચેરી આગળ રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ દર્શાવ્યો હતો.












Click it and Unblock the Notifications
