જાણો તમારા ઉમેદવારને: ધારીથી ભાજપના દિલીપભાઈ સંઘાણી

ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ધારીની સીટ પરથી ભાજપના દિલીપભાઈ સંઘાણીને ટિકિટ આપવામાં આવી છે. દિલીપભાઈ સંઘાણી વિષે થોડુ જાણીએ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ધારીની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે દિલીપભાઈ સંઘાણીની પસંદગી કરવામાં આવી છે. તો દિલીપભાઈ સંઘાણી વિષે થોડુ જાણીએ. દિલીપભાઇનો જન્મ 12 માર્ચ 1954ના રોજ અમરેલીના મલાલામાં થયો હતો. રૂપાણી સરકાર હાલની સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેમણે બી.કોમ અને એલ.એલ.બી સુધી અભ્યાસ કર્યો છે.

GujaratBJP

1985માં પહેલી વખત દિલીપભાઈ અમરેલીના ધારાસભ્ય બન્યા હતા. દિલીપભાઈના રાજનીતિ કારકિર્દી એકદમ સાફ સુથરી છે. તેમના પર કોઈ પણ ગુનહિત કેસ નથી નોધાયો. ધારીની વિધાનસભા સીટની વાત કરવામાં આવે તો અહી વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર નલીનભાઈ કોટડિયા વિજેતા બન્યા હતા. તે સમયે ભાજપે આ સીટ ગુમાવી હતી આથી આ વખતની ચૂંટણીમાં ભાજપે પોતાના અનુભવી વ્યક્તિને ધારીની સીટ પરથી ચૂંટણી લડવા ઊભા રાખ્યા છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X