અમુલ ડીરીના ડાયરેક્ટર જુવાનસિહ ચૌહાણ બીજેપી છોડીને કોગ્રેસમાં જોડાયા
સુપ્રસિદ્ધ અમુલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી છોડીને તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા. ભાજપ છોડીને કોંગ્રેસ પરિવારમાં સામેલ થયા હતા. કોગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યુ હતુ.

આ મામલે પ્રતિક્રિયા આપતા કોગ્રેસના અધ્યક્ષ શક્તિસિહ ગેહીલે જણાવ્યુ હતુ કે,કોંગ્રેસ પક્ષના શાસનમાં રાજ્ય અને દેશને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડે તેવી સહકારી સંસ્થા 'અમુલ'ની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે જગવિખ્યાત તો છે જ સાથોસાથ મહિલા સશક્તિકરણ અને સ્થાનિક રોજગારી તેમજ સહકારી માળખાનું ઉપયોગ દર્શાવતુ ઉત્તમ મોડલ છે. ભારતીય જનતા પાર્ટીની સરમુખત્યારશાહી, અહંકારી વલણ અને સહકારીક્ષેત્ર વિરોધી વહિવટને કારણે ગુજરાતીઓ આજે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.
રાજકીય દખલગીરીને કારણે ગુજરાતમાં સહકાર ક્ષેત્રનું માળખું દિવસે દિવસે તુટી રહ્યું છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ તુટે, પેપર ફુટે, ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલે, ખેડૂતોની કોઈ સુનવાઈ નહી, યુવાનોને રોજગારી નહી, ફિક્સ પગાર, આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી યુવાનોનું શોષણ, ગ્રામ્ય રસ્તાઓની બિસ્માર હાલત, શહેરોમાં ભ્રષ્ટાચારના કારણે પાણીના નિકાલ અને રોડ પર પડતા ખાડાઓની સમસ્યાઓ વિગેરે મુશ્કેલીઓ છે ત્યારે ગુજરાતીઓની અસ્મિતા માટે સેવાનો યજ્ઞ કોંગ્રેસ પક્ષે શરૂ કરેલ છે અને તેમાં અનેક લોકો જોડાઈ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
