For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીસાઃ GIDCમાં ફૂડ વિભાગનો સપાટો, આ નામથી વેચાતા ઘીના ડબ્બા કરાયા સીલ

વધુ એક વખત બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગના દરોડામાં અખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપાતા હોવાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે વધુ એક વખત બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જિલ્લાના ડીસા ખાતે જીઆઈડીસીમાં આવેલા કનૈયા પ્રોડક્ટ ચેતન મોદીના ત્યાં ફૂડ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં સોનમ અને યશોદા બ્રાંડના ઘીના ડબ્બાઓને સીલ કરવામાં આવ્યા હતા. તેમજ ચાર કાર્ટૂન માલને સીલ મારી સેમ્પલમાં મોકલવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ટ્રેડ માર્ક સોનમ હોવાથી અનેક તર્કવિતર્કો અને શંકાઓ સેવવામાં આવી રહી છે.

disa

ડ વિભાગે કાર્યવાહી દરમિયાન ઘીના ચાર બોક્સના સેમ્પલ ભરીને સીલ કરી તપાસ અર્થે મોકલી આપ્યા છે. ડીસા પંથકમાંથી વારંવાર ડુપ્લીકેટ વસ્તુઓના વેચાણનુ કૌભાંડ પકડાતુ હોય છે. ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગની કાર્યવાહીથી ઘીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે ફેકટરી માલિકના નામે અગાઉ એક વીડિયો વાયરલ થયો હોવાનુ સામે આવ્યુ છે. હાલ ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે ઘીના ચાર ડબ્બાના સેમ્પલ ભરીને સીલ કરી તપાસ અર્થે મોકલી દીધા છે.

Recommended Video

ડીસા GIDCમાં ફૂડ વિભાગનો સપાટો; આ નામથી વેચાતા ધીના ડબ્બા કરાયા સીલ

ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યુ કે આજે અહીં ડીસામાં ઘીના ડબ્બામાં ભેળસેળના આધારે કનૈયા પ્રોડક્ટ્સમાં તપાસ કરી છે. સોનમ બ્રાંડના 64 નંગ એટલે ચાર બોક્સ એટલે કે 64 લિટર જથ્થો જોવ મળેલ હતો. જેમાંથી એક લિટરના ચાર જાર સેમ્પલ લઈ 60 લિટરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સુરત: રાજ્ય વીમા નિગમ મેનેજરે પેન્શન મંજૂર કરવા માંગી લાંચ, ACBએ ઝડપ્યોઆ પણ વાંચોઃ સુરત: રાજ્ય વીમા નિગમ મેનેજરે પેન્શન મંજૂર કરવા માંગી લાંચ, ACBએ ઝડપ્યો

English summary
DISA: Food department raid at GIDC, seal the ghee boxes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X