વલસાડ DDO ની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્લા વિકાસ અધિકારીએ પદાધિકારીઓના પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી અને તે રજૂઆતોની સમીક્ષા કરી હતી.

સંકલન સમિતિ વ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ઉંમરગામના ધારાસભ્‍ય રમણ પાટકરે પ્રાઇવેટ કંપનીના કામદારોને યોગ્‍ય વેતન અને પી. એફ. ન જમા કરવા બાબતેના પ્રશ્નની રજૂઆત કરી હતી. ધરમપુરના અરજદાર સીતારામ માંગી કે જેઓ ૬૦ વર્ષથી વન ધારા- ૨૦૦૫ પ્રમાણે ખેતી કરતા આવેલા છે તે જમીન એફ. આર. સી. માં આપવા બાબતની ધારાસભ્ય પાટકરે રજૂઆત કરી હતી. દમણગંગા સુગર ફેકટરીની ૮ એકરની જમીન જે ખેડૂતોની નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા લેવામાં આવી છે તેમને હાલના બજારભાવ પ્રમાણે વળતર આપવા રજુઆત કરતાં આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે નાયબ કલેકટર વલસાડને ડીડીઓ દ્વારા જણાવ્‍યું હતું.

valsad

વલસાડના ધારાસભ્‍ય ભરત પટેલે શહેરમાં વિવિધ રસ્‍તાઓ પરના દબાણો હટાવવા માટે રજૂઆત કરી હતી. જિલ્‍લા પંચાયતના સામાજીક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ ધવલ પટેલની નાની સરોણ ગામે નેશનલ હાઇવે નં.-૪૮ ઉપર ઓવરબ્રિજનું નિર્માણ કરવા બાબતની રજૂઆત બાબતે નેશનલ હાઇવે ઓથોરીટીને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે અધ્‍યક્ષે જણાવ્‍યું હતું.

આ બેઠકમાં વલસાડ જિલ્‍લા પંચાયતના પ્રમુખ અલકા શાહ, જિલ્‍લા પોલીસ અધિક્ષક રાજદીપસિહ ઝાલા, નિવાસી અધિક કલેકટર અનસૂયા આર.ઝા, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X