વાપીમાં જિલ્લા પંચાયતના શિક્ષકો કાયમી કરવાની માંગ સાથે ભૂખ હડતાળ પર

Subscribe to Oneindia News

વાપીમાં સેલવાસ જિલ્લા પંચાયત હેઠળ આવતી પ્રાથમિક સ્કૂલમાં રોજમદાર તરીક કામ કરતા 302 શિક્ષકોએ કાયમી કરવાની માંગણી સાથે ભૂખ હડતાળ આરંભી છે. આજે શિક્ષકો સેલવાસના ઝંડા ચોક સ્કૂલની સામે હડતાળ પર ઉતરતા શિક્ષણ કાર્ય ખોરવાયું છે.

hadtal

હડતાળ પર ઉતરેલા 302 શિક્ષકોને વર્ષ 2006 -07 થી નિમણૂક આપવામાં આવ્યા બાદ કાયમી ન કરવામાં આવતા શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત સરકાર ફિક્સ પગારદારોને છઠ્ઠા પગારપંચ પ્રમાણે પગાર આપવા અને પાંચ વર્ષના ફિક્સ પગારના સમયને નોકરીના ભાગ ગણવાની ખાતરી આપવા જઇ રહી છે. આ અનુસંધાનમાં સુપ્રિમ કોર્ટમાં ચાલતા કેસની 10 જાન્યુઆરીએ સુનાવણી પણ છે. એવા સમયે વાપીના આ શિક્ષકો પણ પોતાની માંગ માટે ભૂખ હડતાળ ઉતર્યા છે.

English summary
district panchayat teachers started hunger strike for permanent status in job in vapi
Please Wait while comments are loading...