For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડતાલધામ સંચાલીત સાળંગપુર કષ્ટભંજન દેવને સ્ટોબેરીનો સણગાર

વડતાલધામ સંચાલીત શ્રીકષ્ટભંજન હનુમાનજી મહારાજને સ્ટોબેરીનો સણગાર કરવામાં આવ્યો હતો. તે જોઇને ભાવી ભક્તો ખુશ થયા હતા. ભગવાનને સ્ટોબેરીનો અન્નકુટ ચડાવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત તા.20-12-2022ને મંગળવારના રોજ કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી સ્ટ્રોબેરીનો અન્નકૂટ તેમજ શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ દાદાના સિંહાસનને સ્ટ્રોબેરીનો શણગાર કરવામાં આવેલ. બપોરે 11:15 થી 12:30 કલાક દરમિયાન કષ્ટભંજનદેવ દાદાને સ્ટ્રોબેરીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ. મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

hanumanji

ભક્તો દ્વારા અવારનવાર ભગવાનો શણગાર કરવામાં આવતો હોય છે. ત્યારે આ અનોખી રીતે હનુમાન દાદાનો શણગાર કરવામાં આવતા દર્શન કરવા આવતા લોકોએ દાદાને અલગ રૂપમાં જોયા હતા.

English summary
Divine decoration of Shrikshtabhanjan Dev and Annakoot of Stoberi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X