મુખ્યમંત્રી વિક્રમ સંવત ૨૦૭૯ ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૯ના પ્રારંભ દિવસે તારીખ ૨૬ ઓક્ટોબર, બુધવાર સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે અને ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૯ના પ્રારંભ દિવસે તારીખ ૨૬ ઓક્ટોબર, બુધવાર સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે અને ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે

Bhupendra patel
મુખ્યમંત્રી ત્યાર બાદ મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે નૂતન વર્ષ નિમિત્તે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા મુખ્યમંત્રી સવારે ૮-પ૦ કલાકે રાજભવન થશે.

ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી ૧૦:૦૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.

મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ, ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X