ગરબામાં મુસ્લિમોને બિલકૂલ આવવા દેવા જોઇએ નહીં: પ્રવીણ તોગડિયા

સૌરાષ્ટ્રના અમરેલી ગામમાં તોગડિયાએ જણાવ્યું કે આપણે સંપૂર્ણપણે સજાગ રહેવું જોઇએ જેથી એક પણ મુસ્લિમ વ્યક્તિ આપણા ગરબા મહોત્સવમાં ભાગ ના લઇ શકે. ગરબાના દરેક કાર્યક્રમમાં એક-એક વ્યક્તિના ઓળખ કાર્ડની તપાસ થવી જોઇએ. તોગડિયાએ જણાવ્યું કે નવરાત્રિમાં મા અંબાની પૂજા-અર્ચનાનો તહેવાર છે. માટે અમે ગોમાંસ ખાનારા મુસ્લિમોને ગરબા કાર્યક્રમોમાં આવવાની પરવાનગી નહીં આપીએ.
મધ્ય પ્રદેશની ભાજપા વિધાયક ઉષા ઠાકુરે હાલમાં જ પાર્ટી કાર્યકર્તાઓને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે તેમના વિધાનસભા વિસ્તાર ઇંદોર(3)માં ગરબા કાર્યક્રમમાં મુસ્લિમ યુવાનો દાખલ ના થઇ શકે. ઠાકુરે જમાવ્યું હતું કે મુસ્લિમ યુવાનો 'લવ ઝેહાદ' હેઠળ હિંદુ યુવતીઓને ફોસલાવીને તેમનું ધર્મ પરિવર્તન કરાવીને ઇસ્લામ કબૂલ કરાવી દે છે.
અત્રે નોંધનીય છે કે દેશમાં હાલમાં લવ ઝેહાદના ઘણા કિસ્સાઓ સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનોએ આવું કડક અભિયાન હાથ ધર્યું છે જેથી કોઇ હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક સાથે પ્રેમના બંધાય અને નિકાહ પણ ના થાય. જોકે લવ ઝેહાદ ક્યાં અટકશે અને તેનો વિરોધ ક્યારે શાંત થશે એ એક સળગતો પ્રશ્ન છે.












Click it and Unblock the Notifications
