18મી ઓવરમાં હાર્ટ એટેક આવતા દર્શકનું મોત

match
બેંગલોર, 26 ડિસેમ્બર: ભારત અને પાકિસ્તાન વચ્ચે મંગળવારે બેગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટી-20 મેચમાં એક 47 વર્ષીય દર્શકનું અચાનક હૃદયરોગનો હુમલો થતા મોત નિપજ્યું હતું.

એક સિનિયર પોલીસ અધિકારીએ આ ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યું કે કમલ જૈન નામનો એક દર્શક સ્ટેન્ડમાં બેસીને મેચ જોઇ રહ્યો હતો. પાકિસ્તાનનો દાવ ચાલતો હતો, 18મી ઓવરમાં અચાનક આ દર્શકની તબીયત લથડી ગઇ અને તેને તાત્કાલિક માલ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પરંતુ હોસ્પિટલમાં ભર્તી કરાયાના થોડાક સમય બાદ જ તેનું મૃત્યુ થઇ ગયું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે કમલ જૈન ઓડિશાનો રહેનાર છે જે બેંગલુરુમાં એક ખાનગી કંપનીમાં કાર્ય કરતો હતો. તેમણે જણાવ્યું કે આ ઘટના દરમિયાન કમલ જૈનના કુંટુમ્બિજનો પણ તેની સાથે જ હતા.

તેમણે જણાવ્યું કે આ મામલામાં કોઇ કેસ દાખલ કરવામાં આવ્યો નથી, કારણ કે આ સ્વાભાવિક મોતનો મામલો છે, અને આ સમયે તે સ્ટેડિયમમાં હાજર હતો. ઉલ્લેખનીય છે કે પ્રથમ મેચમાં પાકિસ્તાને ભારતને માત આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X