For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભાજપની તૈયારીઓ શરૂ

થોડા સમયમાં ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ શરૂ થવા જઇ રહી છે. ત્યારે ભાજપે પણ પોતાની કામગીરી શરૂ કરી નાખી છે. આ અંગે વધુ વાંચો અહી

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ અને સલાયા પાલિકામાં ચૂંટણીના ડંકાઓ વાગે તે પહેલા જ ભાજપ ચૂંટણી લડવા ઇચ્છતા લોકો પાસેથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. દ્વારકા નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી ઇચ્છુક મુરતિયાઓના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સનાતન સેવા મંડળ ખાતે હાથ ધરાયેલી પ્રક્રિયા માં 3 નિરીક્ષકો દ્વારા આ પ્રક્રિયા હાથ ધરાય હતી ત્યારે 28 બેઠકો માટે હાલ અધધ 135 જેટલા ઉમેદવારો એ ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી. જેમાં આ વખતે અનેક યુવાઓ પણ મેદાનમાં આવ્યા હતા. શુક્રવારે શરૂ કરેલ આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી હતી અને ભાજપમાંથી ચૂંટણી લડવા મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા

Gujarat

તો સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર નગરપાલિકા અને થાન નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં આ બંને નગરપાલિકામાં ભાજપનું શાસન છે. હમણાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં આ જગ્યાએ થી ભાજપને લીડ મળી હતી. હાલમાં થાન નગરપાલિકામાં નવ (9) વોર્ડ છે. એટલે ૩૬ સભ્યોમાંથી 27 સભ્યો ભાજપના છે, જ્યારે સુરેન્દ્રનગર નગરપાલિકામાં (11)અગિયાર વોર્ડ છે. જેમાં ૪૪ સભ્યોમાંથી ૩૮ સભ્યો ભાજપના છે અને હાલમાં આ બંને જગ્યા ઉપર 300 થી વધુ ઉમેદવારોએ પોતે ભાજપમાંથી ચૂંટણી લડવા ઇચ્છા દર્શાવી હતી. અને સેન્સ લેવા આવેલ જિલ્લાના નિરીક્ષક મોહનભાઇ કુંડરિયા ,માજી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કલ્પનાબેન રાવલ, ધારાસભ્ય ધનજીભાઈ હાજર રહ્યા હતા.તો બીજી તરફ ધોરાજી ખાતે ભારતીય જનતા પાર્ટીની સમીક્ષા બેઠક મળી હતી જેમાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો એ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી અને આગામી નગરપાલિકાની ચૂંટણી અંગે શહેર ભાજપના હોદેદારો સાથે ચર્ચા કરી હતી

English summary
dwarka and surendranagar nagarpalika election. Read more detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X