1 કરોડની ઇનામ મેળશે, જો તમે બતાવશો આ..

Posted By:
Subscribe to Oneindia News

ગોધરામાં એક હોર્ડિંગ હાલ લોકોની ચર્ચાનો વિષય બન્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે તમને એક કરોડ રૂપિયા મળી શકે છે. બસ તે માટે તમારે એક ચમત્કાર કરવો પડશે. તે ચમત્કાર એટલે ભૂત-પ્રેત હોવાનો ચમત્કાર. સામાન્ય રીતે અત્યાર સુધી તમે શેમ્પૂ, ફિલ્મ કે પછી અન્ય કોઈ પણ વસ્તુઓની જાહેર ખબર માટે મોટા મોટા હોર્ડિગ્સ જોયા હશે પરંતુ આ હોર્ડિગ્સ બધાથી અલગ તરી આવે છે.

જાણો વિભિન્ન પ્રકારના અર્ધ્ય અને તેના લાભ

Earn One crore rupees by just showing this

આ મોટું હોડિંગ્સમાં ભૂત બતાવનારને ઇનામની જાહેરાત માટે કરવામાં આવી છે એટલું જ નહીં તેમાં સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો છે. પ્રથમ નજરે આ બોર્ડ લોકોને અંધશ્રદ્ધામાંથી જાગૃત કરવા માટે લગાવાવમાં આવ્યા હોય તેવું લાગી રહ્યુ છે. હોર્ડિંગ પર પણ ગોધરાના હ્યુમેનિસ્ટ રેશનલિસ્ટ વિષે જાણકારી આપવામાં આવી છે. અને કહ્યું છે કે ભૂત બતાવનારને અથવા તો સાબિત કરનારને 1 કરોડ રૂપિયાનું ઇનામ અપાશે. ત્યારે આ હોર્ડિંગ હાલ ગોધરાભરમાં અચરજ ઊપજાવ્યું છે.

English summary
Earn One crore rupees by just showing this.
Please Wait while comments are loading...