રાજકોટ અને રાપરમાં અનુભવાયા ભૂંકપના આંચકા

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં રાજકોટ અને રાપર વિસ્તારોમાં આજે બપોરે લોકોને ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકો ઘરની બહાર દોડીની આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં રાજકોટ અને રાપર વિસ્તારોમાં જે ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેની તીવ્રતા ઓછી હતી. 3.5 થી 1.8ની તીવ્રતાનો અનુભવ ગુજરાતના રાજકોટમાં લોકોને થયો હતો. જો કે આ ભૂકંપની કોઇ જાનમાલને નુક્શાન થયું હોય તેમ જાણવા હજી નથી મળ્યું. તેમ છતાં ભૂકંપના કારણે લોકો ગભરાયા હતા.

earthquake

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં રાજકોટ ખાતે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ જાગ્યો હતો. નોંધનીય છે કે મંગળવારે જ ઓખી ચક્રવાત ગુજરાતમાં પહોંચતા પહેલા નબળું થયું હતું. અને તે પછી આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેણે લોકોની ચિંતા વધારી હતી. 

English summary
Earthquake in Rajkot and Rapar. Read here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.