For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી વાર ભૂકંપના ઝટકા, તીવ્રતા 4.1 માપવામાં આવી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં બપોરે 3.56 વાગે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો જેનુ એપીસેન્ટર ભચાઉથી 6 કિમી દૂર નોંધવામાં આવ્યુ. વળી, 12.57 વાગે પણ કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનુ એપીસેન્ટર પણ ભચાઉ નજીક હોવાનુ જાણવા મળ્યુ છે. વારંવાર ભૂકંપના ઝટકા આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

earthquake

ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે ગુજરાતના રાજકોટ જિલ્લામાં 8.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. અમદાવદ, જામનગર સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપને પગલે કોઈ જાનહાની કે પ્રોપર્ટીને નુકસાન થયુ નહોતુ. સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજકોટથી ઉત્તર- ઉત્તર પશ્ચિમ (NNW) 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને 5.8ની તીવ્રતા નોંધાઈ હતી. અમદાવાદ, રાજકોટ અને જામનગર જ નહિ બલકે કચ્છમાં પણ 8.12 વાગ્યે 5.5ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જૂનાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને પગલે નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે અપનાવો આ 10 પ્રાકૃતિક ઉપાય

English summary
Earthwquake hits in Gujarat again 3rd time in 24 hours, 4.1 magnitude
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X