દિલિપ સાંઘાણીને આચારસંહિતાનો ભંગ નહીં કરવા ECનો આદેશ

કેન્દ્રીય ચૂંટણીપંચે તેના આદેશમાં જણાવ્યું છે કે "રાજ્ય ચૂંટણીપંચે 9 ઑક્ટોબર, 2012ના રોજ પાઠવેલી કારણદર્શક નોટિસના 12 ઑક્ટોબર, 20012ના રોજ આપેલા જવાબમાં દિલીપ સંઘાણીએ કોઇ કાર્યક્રમમાં હાજરી આપી નહીં હોવાનું જણાવ્યું હતું. પરંતુ પ્રાપ્ત પુરાવાના આધારે તેમણે ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્પષ્ટ થાય છે. આ કારણે ચૂંટણી પંચ આદેશ આપે છે કે ભવિષ્યમાં ઉલ્લંઘન કરવું નહીં. જો ઉલ્લંઘન કરવામાં આવશે તો ચૂંટણીપંચ શિક્ષાત્મક પગલાં લેશે."
ઉલ્લેખનીય છે કે 3 ઑક્ટોબરે ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યભરમાં ચૂંટણીની આચારસંહિતાનો તત્કાલિક અસરથી અમલ થયો હતો. આમ છતાં, દિલિપ સંઘાણીએ 4 ઑક્ટોબરે અમરેલીમાં એક રોડનું ખાત મૂહૂર્ત કર્યું હતું. જેના કારણે આચારસંહિતાનો ભંગ થયો હતો.












Click it and Unblock the Notifications
